DAHODFATEPURAGUJARAT

ફતેપુરાના કરમેલ ગામે પત્નીને કાઢી મૂકવા બાબતે પુત્રે લાકડાના ફટકા મારી પિતાની હત્યા કરી

તા.૨૦.૦૭.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Farepura:ફતેપુરાના કરમેલ ગામે પત્નીને કાઢી મૂકવા બાબતે પુત્રે લાકડાના ફટકા મારી પિતાની હત્યા કરી

ફતેપુરા તાલુકાના કરમેલ ગામના નીશાળ ફળિયામાં એક ચોંકાવનારી અને અરેરાટીભરી ઘટના સામે આવી છે. જેમાં ઘરકંકાસ અને પત્નીને ઘરેથી કાઢી મૂકવા જેવા નજીવા મુદ્દે થયેલી ઉગ્ર બોલાચાલીમાં પુત્રએ પોતાના જ સગા ૭૦ વર્ષીય પિતા પર લાકડાના સકંજા વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા છે. પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારા પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ફતેપુરાના કરમેલ ગામના નીશાળ ફળિયામાં રહેતા ૭૦ વર્ષીય વાલાભાઈ રૂપાભાઈ પારગી અને તેમના પુત્ર બાબુભાઈ પારગી વચ્ચે પત્નીને ઘરેથી કાઢી મૂકવા બાબતે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ પારિવારિક મુદ્દે ગત રોજ પિતા અને પુત્ર સામસામે આવી ગયા હતા. જોતજોતામાં બંને વચ્ચેની બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.માથામાં લાકડાના ફટકા માર્યા વિવાદ એટલો વધી ગયો કે ગુસ્સામાં ભાન ભૂલેલા પુત્ર બાબુભાઈ પારગીએ નજીકમાં પડેલું લાકડું ઉઠાવી પિતા વાલાભાઈના માથાના ભાગે ઉપરાઉપરી ઝીંકી દીધું હતું. માથામાં ગંભીર ઈજાઓ થવાને કારણે વાલાભાઈ લોહીલુહાણ થઈને ઢળી પડ્યા હતા. ઈજા એટલી ગંભીર હતી કે કોઈ તબીબી સારવાર મળે તે પહેલાં જ વૃદ્ધ પિતાએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો.પોલીસે આરોપી પુત્રને ઝડપી પાડ્યો ઘટનાની જાણ થતાં જ ફતેપુરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. ફતેપુરા પોલીસે કાર્યવાહી હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ પિતાની હત્યા કરી ફરાર થઈ રહેલા આરોપી પુત્ર બાબુભાઈ પારગીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ અને પુછપરછ શરૂ કરી છે.ગામમાં શોકનો માહોલ એક સામાન્ય કૌટુંબિક વિવાદે આટલું મોટું હિંસક સ્વરૂપ ધારણ કરી લેતા અને પુત્રના હાથે જ પિતાની હત્યા થતાં સમગ્ર કરમેલ ગામમાં અરેરાટી સાથે ભારે શોકનો માહોલ વ્યાપી ગયો છે.

Back to top button
error: Content is protected !!