વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
ચીખલી:ચીખલી તાલુકાના કલીયારી ગામ ખાતે જય ભવાની ક્રિકેટ એસોસિએશન દ્વારા મકરસંક્રાંતિ નિમિત્તે ભવ્ય ધોડિયા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવતું હોય છે આ વર્ષે પણ મકરસંક્રાંતિ નિમિત્તે ધોડિયા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું જય ભવાની ક્રિકેટ એસોસિએશન દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 168 જેટલી ટીમે ભાગ લીધો હતો ક્રિકેટ ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલમાં ખેરગામ અને ધેજ વચ્ચે રોમાંચક મુકાબલો રમાયો હતો જેમાં પ્રથમ બેટિંગ કરી ખેરગામે 52 રનનો ટાર્ગેટ આપ્યો હતો.જેના જવાબમાં ધેજ ટીમ 50 રનમાં સમેટાઈ જતા ખેરગામની ટીમ ચેમ્પિયન બની હતી.સતત બીજા વર્ષે પણ ખેરગામ ચેમ્પિયન બનતા ક્રિકેટરો તેમજ સમર્થકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.અને ગ્રાઉન્ડ ઉપરજ ડીજેના તાલે જુમી ઉઠ્યા હતા.જય ભવાની ક્રિકેટ એસોસિએશન દ્વારા ચેમ્પિયન બનેલી ટીમને ટ્રોફી તેમજ રોકડ તેમજ રનર્સ અપ ટીમને પણ ટ્રોફી તેમજ રોકડ ઇનામ વિતરણ કરાયું હતું. ફાઇનલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેન ઓફ ધ મેચ ખેરગામના દિવ્યેશ પટેલ, મેન ઓફ ધ સીરીઝ ખેરગામના અભી પટેલ, બેસ્ટ બોલર ખેરગામના સ્મિત પટેલ તેમજ બેસ્ટ બેસમેન ધેજનો જીગર પટેલ રહ્યા હતા