GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર તાલુકાના કુકરવાડા ટિટોદણ ગામે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

વિજાપુર તાલુકાના કુકરવાડા ટિટોદણ ગામે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
તાલુકા વિકાસ અધિકારી સપના બેન રાજપુત ઉપસ્થિત રહ્યા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના કુકરવાડા ટીટોદણ ગામે સ્વચ્છતા અભિયાન ૨૦૨૪ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારી સપના બેન રાજપુત તેમજ જીલ્લા પંચાયત ના કારોબારી ચેરમેન ભરત ભાઇ પટેલ ઊપસ્થિત રહ્યા હતા ગામમાં આવેલ મંદિર ના પટાંગણ અને આસપાસ ના વિસ્તારો મા સફાઈ કામગીરી કરી શ્રમદાન કર્યું હતુ. સ્વચ્છતા હિ સેવા જેવા બેનરો સાથે સ્વચ્છતા રાખવા લોકોને જાગૃત કરવા મા આવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ તાલુકા પ્રમુખ સરપંચ તલાટી તેમજ તાલુકા ના સદસ્યો સહીત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા વિકાસ અધિકારી સપના બેન રાજપુતે જણાવ્યું હતુ કે દરેક જાગૃત નાગરીકો ની ફરજ બને છે. કે આપણો વિસ્તાર સ્વચ્છ હોવો જોઈએ સરકાર ના અભિયાન સાર્થક કરતા તેઓએ ગ્રામજનો ની ઉપસ્થિતિ મા શ્રમદાન કરી અભિયાન જોડાઈ પોતાનું યોગદાન આપ્યુ હતુ

Back to top button
error: Content is protected !!