વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટર :- દિનેશ કાઠેચા ભંચાઉ – રમેશભાઈ મહેશ્વરી.
ભચાઉ, તા-03 જૂન : ભચાઉ પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે બાતમી હકીકત આધારે જુની મોટી ચિરઈ ગામની પાછળ આવેલ સીમ વિસ્તાર માંથી નીચે જણાવેલ આરોપીને દેશી હાથ બનાવટની બંદુક તથા એરગન સાથે મનજી ભચાભાઈ કોલી (ઉ.વ.૨૫)રહે.જુની મોટી ચિરઈ તા.ભચાઉ કચ્છ.પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ – (૧) દેશી હાથ બનાવટની બંદુક નંગ ૦૧ જે કિં.રૂ. ૫૦૦૦/-,(૨) એરગન નંગ-૦૧ કિ.રૂ.૩૦૦૦/-,કુલ કિ.રૂ.૮૦૦૦ મુદ્દામાલ સાથે પકડી પાડી પકડાયેલ ઇસમ વિરૂધ્ધ આર્મ્સ એકટ મુજબ ડાયદેસરની કાર્યવાહી કરતી ભચાઉ પોલીસ.