KUTCHNAKHATRANA

સારસ્વતમ્ સંચાલિત પી.એ. હાઇસ્કૂલ, નિરોણાના સંયુક્ત ઉપક્રમે વિશ્વ યોગ દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.

નખત્રાણા,તા-૨૧ જૂન : ૨૧મી જૂન, એટલે વિશ્વ યોગ દિવસ નિમિતે નખત્રાણા તાલુકાના પાવરપટ્ટી વિસ્તારના કેન્દ્રરુપ ગામ નિરોણા મધ્યેની સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલમાં “सर्वे सन्तु निरामया:।” ના ધ્યેય સૂત્ર સાથે ક્રીડા ભારત-કચ્છ વિભાગ, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ તેમજ સારસ્વત સંચાલિત પી.એ. હાઇસ્કૂલના સંયુક્ત ઉપક્રમે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી. આ ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ આરોગ્ય સમિતિના ચેરમેન શ્રી કરશનજી જાડેજાની પ્રેરક વિશેષ ઉપસ્થિતિ રહેલ હતી. વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરુપે શાળાના પ્રાંગણમાં સૌ પ્રથમ માં શારદેની સ્તુતિ કરી, આચાર્ય શ્રી ડૉ વી.એમ. ચૌધરી સાહેબ દ્વારા ઉપસ્થિત અતિથિ કરશનજી જાડેજા નુ પુષ્પગુચ્છ વડે અભિવાદન કરી શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ હતુ. સ્વાગત બાદ શાળાના આચાર્ય શ્રી તેમજ ક્રીડા ભારતી- કચ્છ વિભાગના સંયોજક ડૉ વી.એમ.ચૌધરી સાહેબે પ્રસંગોચિત ઉદબોધન કરેલ હતુ, જેમાં મહર્ષિ પતંજલી, અષ્ટાંગ યોગ, યોગ મહત્વ, આસનો, યોગાસનો વિશે વિસ્તૃત સમજણ સહ માર્ગદર્શન આપેલ હતુ. જિલ્લા પંચાયત પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી કરશનજી જાડેજાએ સૌ પ્રથમ એસ.એસ.સી. તેમજ એચ.એસ.સી. માં 100% પરિણામ પ્રાપ્ત કરવા બદલ શાળાના આચાર્યશ્રી તેમજ શિક્ષક ગણને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય માટે યોગને જીવનમાં સ્થાન આપવુ જોઈએ એવુ ભાર પૂર્વક જણાવેલ હતુ. ક્રીડા ભારતી- કચ્છ સંયોજક ડૉ ચૌધરીજી દ્વારા અલગ અલગ આસનોનુ નિદર્શન કરાવી શારીરિક સ્વાસ્થ્ય જાળવવા શાળાના વિદ્યાર્થીઓને મહાવરો કરાવેલ હતો અને અંતે માનસિક સ્વાસ્થ્ય માટે પ્રાણાયામ અને ધ્યાન કરાવી, દરરોજ વહેલી સવારે આસન, પ્રાણાયામ તેમજ ધ્યાન કરવાની સુટેવ પાડવા પણ જણાવેલ હતુ. અંતમાં વિશ્વ યોગ દિવસે વિશ્વ શાંતીનો યોગ થાય એ માટે શાંતી મંત્ર અને કલ્યાણ મંત્ર કરાવવામાં આવેલ હતો. રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવેલ હતો. મુખ્ય અતિથિ કરશનજી જાડેજાએ સૌ વિધાર્થીઓને ચોકલેટનુ વિતરણ કરી મીઠુ મોઢુ કરાવેલ હતુ. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ તેમજ શાળાના શિક્ષક અલ્પેશભાઈ જાની દ્વારા આભાર વિધિ કરવામાં આવેલ હતી. આ તકે યોગ દિવસના કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફ મિત્રો આશાબેન પટેલ, અલ્પાબેન ગોસ્વામી, કિશનભાઇ પટેલ, ભૂમિબેન વોરા તેમજ રમેશભાઈ ડાભીએ જહેમત ઉઠાવેલ હતી.

Back to top button
error: Content is protected !!