વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – નખત્રાણા કચ્છ.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ- હરિદ્વાર દ્વારા થતો ભારતીય સંસ્કૃતિ જતનનો ઉમદા પ્રયાસ.
નખત્રાણા,તા–૨૨ સપ્ટેમ્બર : ભારતીય સંસ્કૃતિને વિશ્વ સંસ્કૃતિની પર્યાય માનવામાં આવી છે. સભ્યતાનો વિકાસ એના ગર્ભથી થયો. જેણે જ્ઞાનની અનેક વિદ્યાઓને જન્મ આપી સમસ્ત વિશ્વને પોતાના અનુદાનોથી ભરી દીધા. કોઈ દેશ, જાતિ, ધર્મ, સંપ્રદાય, વર્ગ અથવા સમાજ વિશેષ સુધી સીમિત ન રહીને આ સંપૂર્ણ માનવજાતિના વિકાસ તથા કલ્યાણ માટે પથ દર્શન કરતી રહી છે.અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા- 2001 થી સમગ્ર કચ્છ જિલ્લામાં લેવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ ભારતીય સંસ્કૃતિની વિદ્યાને જીવંત અને જાગૃત બનાવી રાખવાનો અને તેના માધ્યમથી બાળકોમાં ભારતનો ગૌરવશાળી ઇતિહાસ તથા સંસ્કૃતિની જાણકારી પ્રાપ્ત થાય તેમજ મૂલ્યો, નૈતિકતા અને આદર્શોનું બીજારોપણ થાય એમ રહેલ છે. આ પરીક્ષા ધોરણ- ૫ થી કોલેજના બીજા વર્ષ સુધીના વિદ્યાર્થીઓ માટે ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને સંવર્ધન માટે યોજવામાં આવે છે. સમગ્ર કચ્છ જિલ્લામાં ૧૬૨૪૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. જેમાં નખત્રાણા તાલુકાની ૨૮ શાળાઓ પૈકી સારસ્વતમ્ સંચાલિત પુંજાભાઈ આણંદજી હાઈસ્કૂલ, નિરોણાના ૭૯ વિધાર્થીઓએ ભાગ લઈ ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક સંસ્કૃતિ તરીકે સમજવાનો પ્રયાસ કરેલ હતો.શાળાના આચાર્ય શ્રી ડૉ વી.એમ. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ નખત્રાણા તાલુકા પરીક્ષા સંયોજક અને શાળાના શિક્ષક અલ્પેશભાઈ જાની ની પ્રેરણાથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. આ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાના આયોજનથી માંડી સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે શાળાના શિક્ષકો બાબુભાઈ પરમાર, આશાબેન પટેલ, કિશનભાઇ પટેલ, રમેશભાઇ ડાભી, અલ્પાબેન ગોસ્વામી તેમજ ભૂમિબેન વોરાએ ખાસ જહેમત ઉઠાવેલ હતી.