વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા,તા-૧૧ નવેમ્બર : ગુજરાતની પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતાનો લાભ ઉઠાવતા અદાણી મુંદ્રા ક્લસ્ટર દક્ષિણ એશિયામાં અગ્રણી ગ્રીન હાઇડ્રોજન હબ બનવા માટે તૈયાર છે. અદાણી જૂથે ગ્રીન એનર્જીમાં અગ્રેસર બનવા માટે વૈશ્વિક ફોરમમાં પહેલ કરી કરી છે. ગ્રીન એનર્જીમાં ગ્લોબલ લીડર બનવાના ઉદ્દેશથી અદાણી મુંદ્રા ક્લસ્ટરની રચના કરવામાં આવી છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમની ‘ટ્રાન્સિશનિંગ ઇન્ડસ્ટ્રિયલ ક્લસ્ટર્સ’ પહેલમાં અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ, અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) અને અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ સહિતની કંપનીઓ અદાણી મુંદ્રા ક્લસ્ટરની રચના કરવા જોડાઇ છે. અદાણી મુંદ્રા ક્લસ્ટર પહેલ અંતર્ગત 2050 સુધીમાં આર્થિક વૃદ્ધિ, નોકરીઓનું સર્જન અને ડીકાર્બોનાઇઝેશનના લક્ષ્યોને આગળ વધારવા કંપનીઓ વચ્ચે પરસ્પર સહયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. 1993 થી મુન્દ્રાનો પોર્ટ બિઝનેસ ભારતના સૌથી મોટા બંદર અને સમૃદ્ધ ઔદ્યોગિક ક્લસ્ટરમાં પરિવર્તિત થયો છે, જેમાં સોલાર મોડ્યુલ અને વિન્ડ ટર્બાઇન ઉત્પાદનથી લઈને પડકારજનક સિમેન્ટ ઉત્પાદન સુધીના વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે. અદાણી મુન્દ્રા ક્લસ્ટરનું લક્ષ્ય ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદનમાં ગ્લોબલ લીડર બનવાનું છે, જે 2030 સુધીમાં વાર્ષિક 1 મિલિયન મેટ્રિક ટનનું ઉત્પાદન કરવાની યોજના ધરાવે છે. 2040 સુધીમાં તેનું ઉત્પાદન 3 મિલિયન મેટ્રિક ટન સુધી વિસ્તરશે. વળી સૌર, પવન સંલગ્ન મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા તેને સમર્થન આપવામાં આવશે. ઇલેક્ટ્રોલાઈઝર ઉત્પાદન ક્ષમતા આ ક્લસ્ટરને ભારતની ગ્રીન એનર્જી યાત્રામાં મોખરે સ્થાન આપશે.અંબુજા સિમેન્ટ્સ અને APSEZના ડાયરેક્ટર કરણ અદાણી માને છે કે “અદાણી મુન્દ્રા ક્લસ્ટર એક સંકલિત ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન હબ બનવાની ઈચ્છા ધરાવે છે, જે ભારતીય અર્થવ્યવસ્થાના એવા ક્ષેત્રોના ડીકાર્બોનાઈઝેશનને આગળ વધારવામાં મદદ કરશે કે જેને ડીકાર્બોનાઇઝ કરવું મુશ્કેલ છે. વળી તે દેશની ઉર્જા આયાત પરની નિર્ભરતા ઘટાડશે.”2025 સુધીમાં APSEZ તેના તમામ પોર્ટની કામગીરીને રિન્યુએબલ ઇલેક્ટ્રિસિટી પાવર આપવા પ્રતિબદ્ધ છે. તે રિન્યુએબલ એનર્જીમાં કામગીરીને બુસ્ટ કરવા અને 2040 સુધીમાં નેટ-ઝીરો એમીશન હાંસલ કરવાના લક્ષ્ય ધરાવે છે. એટલું જ નહીં, અદાણી સિમેન્ટની વૈશ્વિક સ્તરે સૌથી ઓછી ઉત્સર્જન-તીવ્રતા ધરાવતા સિમેન્ટ યુનિટનું નિર્માણ કરવાની પણ તેમાં યોજના છે. આ ક્લસ્ટરમાં ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશનમાં તેના નેતૃત્વને વધુ મજબૂતી આપતા ગ્રીન હાઇડ્રોજન ડેરિવેટિવ્ઝ માટેની ઉત્પાદન સુવિધાઓ પણ હશે.