KUTCHMUNDRA

અદાણી પોર્ટ્સનું કાર્ગો હેન્ડલિંગ 150 MMT ને પાર.

ઉપરાંત સૌથી મોટા પાર્સલ સાઇઝ 77000MTનું હેન્ડલિંગ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.

મુન્દ્રા, તા- ૧ – માર્ચ : અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ), ભારતની અગ્રણી સંકલિત લોજિસ્ટિક્સ કંપની, તેના મુન્દ્રા પોર્ટ પર નોંધપાત્ર સીમાચિહ્ની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. ફેબ્રુઆરી 2024 મહિનામાં, APSEZના મુન્દ્રા બંદરે 155 મિલિયન મેટ્રિક ટન (MMT)ના નોંધપાત્ર કાર્ગો હેન્ડલિંગ સીમાચિન્હ વટાવ્યું છે, ભારતના અગ્રણી પોર્ટ માંના એક તરીકે મુંદ્રા પોર્ટે તેની સ્થિતિ વધુ મજબૂત કરી છે અને સમગ્ર મેરીટાઇમ ઉદ્યોગ માટે નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે.આ સિદ્ધિ એ એપીએસઈઝેડની દરિયાઈ અને લોજિસ્ટિક્સ સર્વિસિસમાં શ્રેષ્ઠતાનો પુરાવો છે. માત્ર 326 દિવસમાં અદાણી પોર્ટ્સ, મુન્દ્રા 155MMT માર્કને વટાવી ચૂક્યું છે, જે કાર્ગો હેન્ડલિંગમાં નોંધપાત્ર કાર્યક્ષમતા અને પોર્ટની અત્યાધુનિકતા દર્શાવે છે. આ સિદ્ધિ પાછલા નાણાકીય વર્ષની સરખામણીમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે, પાછલા નાણાકીય વર્ષમાં આટલોજ કાર્ગો 365 દિવસમાં હેન્ડલિંગ કરવાં આવ્યો હતો.APSEZ મુન્દ્રાએ આ સમયગાળા દરમિયાન વિશાળ ડ્રાય કાર્ગો જથ્થાનું સંચાલન કરીને વધુ એક નોંધપાત્ર રેકોર્ડ બનાવ્યો છે. જહાજ MV ફિરાન્ડો પર 77,000 મેટ્રિક ટન મોટો જથ્થા હેન્ડલ કરી અદાણી પોર્ટ્સ, મુન્દ્રાએ નવો કીર્તિમાન બનાવ્યો છે. છેલ્લા નાણાકીય વર્ષમાં 70,365 મેટ્રિક ટન હેન્ડલ કરવાના પોતાના અગાઉના રેકોર્ડને જ વટાવી નવો રેકોર્ડ સ્થાપિત કરે છે, જે અદાણી પોર્ટની સતત વૃદ્ધિ અને વિવિધ પ્રકારના કાર્ગોને કુશળતાથી હેન્ડલ કરવાની ક્ષમતાને દર્શાવે છે.આ પ્રસંગે APSEZ ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિત શાહે જણાવ્યું હતું કે, “અમને અદાણી પોર્ટ્સ, મુન્દ્રા દ્વારા બનાવેલ નવા રેકોર્ડ પર ખૂબ જ ગર્વ છે. આ રેકોર્ડ ફક્ત પોર્ટની ઓપરેશનલ કુશળતા નથી દેખાડતું પરંતુ પોર્ટનું અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર અને કુશળ માનવબળ પણ દર્શાવે છે. જટિલ લોજિસ્ટિક્સ કામગીરીના અને પોર્ટ સંચાલનમાં અમારી ટીમની આ સિદ્ધિઓ દરિયાઈ અને લોજિસ્ટિક્સ ઉદ્યોગમાં અગ્રણી તરીકે APSEZને વધુ મજબૂત બનાવે છે.”APSEZ ભારતના વેપાર અને આર્થિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપવાના તેના મિશનમાં કાર્યરત છે. નવીનતા, દૂરગામી નિર્ણયો અને ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ પર કંપનીનું ધ્યાન આજે કચ્છના મુંદ્રા પોર્ટને ભારતને અગ્રિમ સ્થાન અપાવે છે.

વધુ માહિતી માટે, કૃપા કરીને સંપર્ક કરો: [email protected]

અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ. વિશે
અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ), વૈશ્વિક સ્તરે વૈવિધ્યસભર અદાણી ગ્રૂપનો એક ભાગ અને એક પોર્ટ કંપનીમાંથી ઈન્ટીગ્રેટેડ ટ્રાન્સપોર્ટ યુટિલિટીમાં વિકસિત થયો છે, જે તેના પોર્ટ ગેટથી ગ્રાહક દ્વાર સુધી એન્ડ-ટુ-એન્ડ સોલ્યુશન પ્રદાન કરે છે. કંપની પશ્ચિમ કિનારે 6 વ્યૂહાત્મક બંદરો અને ટર્મિનલ્સ (ગુજરાતમાં મુન્દ્રા, દહેજ, તુણા અને હજીરા, ગોવામાં મોર્મુગાઓ અને મહારાષ્ટ્રમાં દીઘીપોર્ટ) અને પૂર્વ કિનારે 6 બંદરો અને ટર્મિનલ્સ સાથે ભારતમાં સૌથી મોટું પોર્ટ ડેવલોપર અને ઑપરેટર છે. ભારતમાં (ઓડિસા ખાતે ધામરા, ગંગાવરમ, અને આંધ્રપ્રદેશમાં કૃષ્ણપટ્ટનમ, પશ્ચિમ બંગાળમાં કરાઈકલ અને તમિલનાડુમાં કટ્ટુપલ્લી અને એન્નોરપોર્ટ) દેશના કુલ બંદર જથ્થાના 26%નું સંચાલન કરે છે, આમ બંને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી મોટા પ્રમાણમાં કાર્ગો હેન્ડલ કરવાની ક્ષમતા પૂરી પાડે છે. અંતરિયાળ વિસ્તાર કેરળના વિઝિંજામ અને શ્રીલંકાના કોલંબોમાં બે ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ પણ વિકસાવી રહી છે. કંપની ઈઝરાયેલમાં હાઈફા પોર્ટનું પણ સંચાલન કરી રહી છે. પોર્ટ સવલતો, મલ્ટીમોડલ લોજિસ્ટિક્સ પાર્ક, ગ્રેડ A વેરહાઉસ અને ઔદ્યોગિક આર્થિક ઝોન સહિતની સંકલિત લોજિસ્ટિક્સ ક્ષમતાઓ ધરાવતાં અમારા પોર્ટ્સ ટુ લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ, અમને ફાયદાકારક સ્થિતિમાં મૂકે છે. અમારું વિઝન આગામી દાયકામાં વિશ્વના સૌથી મોટા બંદરો અને લોજિસ્ટિક્સ પ્લેટફોર્મ બનવાનું છે. 2025 સુધીમાં કાર્બન ન્યૂટ્રલ બનાવવાના વિઝન સાથે, APSEZ એ વિજ્ઞાન-આધારિત લક્ષ્યાંક પહેલ (SBTi) માટે સાઇન અપ કરનાર પ્રથમ ભારતીય અને વિશ્વનું ત્રીજું બંદર બન્યું, જે ગ્લોબલ વોર્મિંગને 1.5 °C ઉપર નિયંત્રણ કરવા માટે ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યો માટે પ્રતિબદ્ધ છે. વધુ માહિતી માટે, કૃપા કરીને www.adaniports.com ની મુલાકાત લો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!