રીપોર્ટ : હાજી અલી નવાઝી – નાગલપુર 149.19000 રૂપિયાના ખર્ચે બનતા અપ્રૂચ રોડના કામમાં જવાબદાર અધિકારીઓની મીઠી નજર હેઠળ (ઠેકેદાર) કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવતા ભ્રષ્ટાચાર બાબતે ઇન્સાફ સંગઠન ક્ચ્છ જિલ્લાના પ્રમૂખ રોશનઅલી સાંધાણી દ્વારા ક્ચ્છ જિલ્લા કલેકટર અને માર્ગ અને મકાન વિભાગ ભુજ સાથે ઉચ કક્ષાએ લેખિત રજૂઆતો કરવામાં આવી,
અંજાર તાલુકાના મોટી નાગલપુર ગામ મધ્ય અપ્રૂચ રોડનું કામ અંદાજિત 5 મહિના પહેલાં મંજૂર કરવામાં આવ્યું છે જેની ગ્રાન્ટ કુલ્લ ખર્ચ રકમ 149.19000 મંજુર થયેલ છે જેનું કામ હાલમાં આર સી સી રોડ. થી ચાલુ કરાવા આવ્યું છે
જેમાં નિયમ મુજબ રોડ ની કામગીરીમાં પી.સી.સી કરવામાં આવેલ નથી તેમજ પૂરતા પ્રમાણમાં મેટલ કોક્રિટ અને લોખંડ વાપરવામાં આવેલ નથી વાયબ્રેટર કરવામાં આવ્યું નથી અને રોડ ની માપ પ્રમાણે લંબાઈ કરવામાં આવેલ નથી તેમજ કોક્રેટ ની ગુણવત્તા નબળી છે અને નિયમ મુજબ જાડાઈ અને પહોળાઈ નથી અને નબળી ગુણવત્તા નું કામ કરવામાં આવ્યું છે જેથી રોડના કામમાં કોન્ટ્રાક્ટ દ્વારા મોટા ભાગે ભ્રષ્ટાચાર થઈ રહ્યું થઈ રહ્યું છે જેમાં જવાબદારીઓ અને એન્જીનીયર લાલચ હોય તેવું પ્રતિત થાય છે આ રોડની નબળો કામ થતો હોવાની મિખિક જાણ અમો માર્ગમકાન વિભાગ ઓફિસ અંજાર ખાતે જવાબદાર અધિકારીઓને કરી છે પરંતુ અંજાર માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ને રોડના કામની કોઈ પરવાહ હોય તેવું જણાતું નથી અને તેઓ કોન્ટ્રાકટર ના તરફેણ માં કામ કરે છે જેથી સરકાર શ્રી ના રૂપિયાનો દૂર ઉપયોગ થાય છે,
જેથી આપ સાહેબ શ્રી ને અમારી રજૂઆત છે કે મોટી નાગલપુર અપ્રૂચ રોડના આર સી સી રોડના કામની સંપૂર્ણ તપાસ કરવામાં આવે અને અને ડામર રોડનો કામ તત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે ત્યાબાદ તમામ કામ નિષ્પક્ષ તપાસ કરવા બાદ કોન્ટ્રાક્ટર ને બિલની ચુકવણી કરવાની ની સંપુર્ણ જવાબદારી આપ સાહેબ શ્રી ને જેની નોંધ લેવા વિનંતી જેથી
આપ સાહેબ આ મોટી નાગલપુર અપ્રૂચ રોડના કામને સંપૂર્ણ ચકાસી તત્કાલિક ધોરણે કામ ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત ઉચ કક્ષાએ, શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ
મુખ્યમંત્રી ગૂજરાત રાજ્ય, શ્રી રાજકુમાર સાહેબ, ચીફ સેકરેટરી ગૂજરાત સરકાર, મંત્રી સાહેબ શ્રી માર્ગ મકાન વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર, શ્રી એ.કે.પટેલ સાહેબ
સચિવ માર્ગમકાન વિભાગ ગુજરાત સરકાર ગાંધીનગર, શ્રી હેમંત ડાંગર સાહેબ
કાર્યપાલક એન્જિનિયર માર્ગમકાન વિભાગ રાજકોટ, જીલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા પંચાયત કચેરી ભુજ, માર્ગ અને મકાન વિભાગ કચેરી મુન્દ્રા ક્ચ્છ, માર્ગ અને મકાન વિભાગ કચેરી અંજાર, તાલુકા વિકાસ અધિકારીશ્રી
તાલુકા પંચાયત કચેરી અંજાર, તલાટી મંત્રી શ્રી
મોટી નાગલપુર ગ્રામ પંચાયત કચેરી સાથે વિવિધ વિભગોમાં રોશનઅલી સાંધાણી પ્રમૂખ-ઇન્સાફ સંગઠન ક્ચ્છ તેમજ ગ્રામ પંચાયત ચેરમેને અરવિંદ ભાઈ મહેશ્વરી અને દલિત અધિકાર મંચના સુનીલ ભાઈ મહેશ્વરી દ્વારા રજૂઆત કરવામાં આવી