રીપોર્ટર : હાજી અલી નવાઝી – અંજાર
કચ્છ જિલ્લામાં વસવાટ કરતાં અને અત્રેની જિલ્લા સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ કચેરી, ભુજ નું ઓળખપત્ર ધરાવતાઅથવા નવા નિવૃત થયેલાતમામ પૂર્વ સૈનિકો/સ્વ સૈનિકોના ધર્મપત્નીઓને આથી સુચિત કરવામાં આવે છે કે નિયામક સૈનિક ક્લ્યાણ અને પુનર્વસવાટ કચેરી, અમદાવાદની દેખરેખ હેઠળ www.esm.gujarat.gov.inઉપર રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય હોય વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવી લેવું અને તેમાં કોઈ મુશ્કેલી જણાય તો કચેરીના ફોન નંબર ૦૨૮૩૨ – ૨૨૧૦૮૫ ઉપર ફોન કરી આગોતરી એપોઇટમેંટ મેળવી જરૂરી દસ્તાવેજો સાથે રજીસ્ટ્રેશન માટે કચેરીનો સંપર્ક કરવા અત્રેથી જણાવવામાં આવે છે.