BHUJKUTCH

પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જીલ્લાની  કારોબારી બેઠક કાશીનાથ ભવન ભુજ ખાતે યોજાઈ. 

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશભાઈ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ તા -12 એપ્રિલ  : જિલ્લા કારોબારી બેઠકમાં શિક્ષકોના પડતર પ્રશ્નો,મતદાન જાગરણ પર્વ,રચનાત્મક કાર્યક્રમો વૃત કથન,સંગઠન વિસ્તાર,વાર્ષિક યોજના,આગામી નિયમિત કાર્યક્રમો સહિત વિવિધ મુદ્દાઓ સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.સૌપ્રથમ સામુહિક સરસ્વતી વંદના બાદ પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ મહામંત્રી રમેશભાઈ ગાગલ દ્વારા ગત સભાની કાર્યવાહીનું વાંચન કર્યું હતું જેને કારોબારી સદસ્યોએ બહાલી આપી હતી. ત્યારબાદ તમામ તાલુકા ઓમાં આયોજિત કર્તવ્ય બોધ દિવસ કાર્યક્રમ અને મહા મતદાન કાર્યક્રમોનું વૃત કથન તમામ તાલુકા અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું. રાજય કક્ષાએ થી મળેલ સૂચના મુજબ કાર્યક્રમોનું તાલુકા-મંડલ સ્તર સુધી યોજનાબદ્ધ આયોજન થાય તે સંદર્ભે જિલ્લા ઉપાધ્યક્ષ ભરતભાઇ ધરજીયા એ માર્ગદર્શન આપ્યું હતું.સંગઠનના આગામી કાર્યક્રમો અને નિયમિત પ્રવાસ-બેઠકોનું આયોજન થાય તે વિશે માહિતી જિલ્લા સંગઠન મંત્રી જખરાભાઈ કેરાશિયા એ રજૂ કરી હતી.ત્યારબાદ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ પશ્ચિમ કચ્છ જિલ્લા સંઘ ચાલક ભરતભાઇ દરજીએ જાગરણ પર્વ અને મતદાન જાગૃતિ વિશે પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા કારોબારી વિસ્તરણ અંતર્ગત જિલ્લા કોષાધ્યક્ષ તરીકે કાંતિભાઈ રોઝની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજાએ અધ્યક્ષ સ્થાનેથી સંગઠન વિસ્તાર અંગે માહિતી આપી જિલ્લાના શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવા સંગઠન સદા તત્પર રહેશે તેવું જણાવ્યું હતું.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ જિલ્લા  કારોબારી બેઠક માં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ અબડાસા તાલુકા અધ્યક્ષ લખધીરસિંહ જાડેજા,ભચાઉ અધ્યક્ષ રવીન્દ્રભાઈ પટેલ,રાપર અધ્યક્ષ નરેન્દ્રસિંહ જાડેજા,લખપત અધ્યક્ષ નાથાભાઈ ચૌધરી, અંજાર નગર અધ્યક્ષ રઘુભાઈ વસોયા,ભુજ તાલુકા મહામંત્રી બળવંતભાઈ છાંગા,ગાંધીધામ અધ્યક્ષ ભરતભાઇ ધરજીયા,રાજય પ્રતિનિધિ અરવિંદભાઈ જોશી,પ્રેમસંગજી બારાય,હર્ષદભાઈ ચૌધરી,મુન્દ્રા તાલુકા સંયોજક પુનશીભાઈ ગઢવી,HTAT શૈક્ષિક મહાસંઘ મહામંત્રી અમરાભાઈ રબારી સહિત અપેક્ષિત હોદ્દેદારો હાજર રહ્યા હતા.તેમજ માધ્યમિક શૈક્ષિક મહાસંઘ રાજય અધ્યક્ષ મુળજીભાઈ ગઢવી અને સંગઠન મંત્રી નયનભાઈ વાંઝા,માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, ગ્રાન્ટેડ પ્રાથમિક અધ્યક્ષ કલ્પેશભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.સમગ્ર બેઠકનું સંચાલન પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ જિલ્લા મહામંત્રી રમેશભાઈ ગાગલ એ કર્યું હતું જ્યારે આભારવિધિ જિલ્લા સહ સંગઠન મંત્રી અનિલભાઈ રાઠોડએ કરી હતી. તેવું જિલ્લા પ્રચાર પ્રમુખ મહેશભાઈ દેસાઈની યાદીમાં જણાવાયું હતું.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!