KUTCHMANDAVI

પોલીસ ભરતીની તૈયારી કરતી દીકરીઓ માટે ઉતમ તક.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૧૩ નવેમ્બર : મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં “બેટી બચાઓ બેટી પઢાઓ” યોજના અમલીકરણ છે. જે અન્વયે કચ્છ જીલ્લામાં પણ માન. જિલ્લા કલેકટરશ્રીના વડપણ હેઠળ બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અમલી છે. સદર યોજના દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા તેમજ તેના શિક્ષણને સુનિશ્ચિત કરવાના રાષ્ટ્રવ્યાપી અભિયાન શરુ કરવામાં આવેલ છે.માન. જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા સાહેબના માર્ગદર્શન તેમજ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબની વિશેષ ઉપસ્થિતિમાં પોલીસ વિભાગની આગામી લોકરક્ષક દળ અને પોલીસ સબ ઇન્સ્પેકટરની તૈયારી કરતી માત્ર મહિલા ઉમેદવારને શારીરિક કસોટી અને લેખિત કસોટીનું સંપૂર્ણ માર્ગદર્શન એક જ સ્થળ પર મળી રહે તે હેતુથી “મિશન ખાખી” સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે. આ સેમીનાર ફક્ત ૨૦૦ દીકરીઓ સુધીજ માર્યાદિત રાખવામાં આવેલ છે એટલે વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરાવનાર પ્રથમ ૨૦૦ દીકરીઓને આ સેમીનારમાં ભાગ લેવાની તક મળશે. રજીસ્ટ્રેશન માટેની લીંક https://forms.gle/Kd82sGaT7sKwyizb9 ઉપર રજીસ્ટ્રેશન કરીને નામની નોંધણી કરવાની રહેશે તા. ૧૬/૧૧/૨૦૨૪ ના રોજ સાંજે ૦૫:૦૦ કલાક સુધીમાં રજીસ્ટ્રેશન કરી શકાશે ત્યારબાદ રજીસ્ટ્રેશન ક્લોઝ કરવામાં આવશે. રજીસ્ટ્રેશન લિંક માટે અત્રેની કચેરીના મો. ૯૨૨૭૮૯૮૯૨૫ ઉપર વોટ્સએપ પર મિશન ખાખી લખીને મેસેજ કરવો તેમજ કાર્યક્રમ અંગેની માહિતી માટે અત્રેની કચેરીના સંપર્ક નંબર ૦૨૮૩૨ ૨૩૦૦૧૦ પર સંપર્ક કરવો. સદર સેમીનારનું આયોજન તા. ૧૮/૧૧/૨૦૨૪ ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે મુક્ત જીવન સ્વામીબાપા મહિલા આર્ટસ એન કોમર્સ કોલેજ, મુન્દ્રા રોડ– ભુજ ખાતે કરવામાં આવેલ છે. જેથી દીકરીઓને સત્વરે રજીસ્ટ્રેશન કરવા અનુરોધ કરવામાં આવે છે.

Back to top button
error: Content is protected !!