વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી ,તા-૩૦ જૂન : દીનાંક ૨૯/૦૬/૨૦૨૪ ના રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને આચાર્ય સંવર્ગના ગુજરાતના હોદેદારોની ઓનલાઈન બેઠક યોજાઇ. જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના અધ્યક્ષ તથા અખિલ ભારતીય રાષ્ટ્રીય સચિવ પ્રાથમિક વિભાગ શ્રી ભીખાભાઈ પટેલ, મહામંત્રી મિતેષભાઈ ભટ્ટ, આચાર્ય સંવર્ગ અધ્યક્ષ જિગ્નેશભાઇ પટેલ , મહામંત્રી ડો. રૂપેશભાઈ ભાટીયા, સંગઠનમંત્રી ( આચાર્ય સંવર્ગ ) રમેશભાઇ ચૌધરી, ભરતસિંહ ચાવડા ( આચાર્ય સંવર્ગ), સહસંગઠન મંત્રી ( આચાર્ય સંવર્ગ) શ્રી તરૂણભાઇ વ્યાસ માધ્યમિક અધ્યક્ષ ગુજરાત શ્રી રાજેન્દ્રસિંહ રાવલજી, મહામંત્રી માધ્યમિક સંવર્ગ જીતેન્દ્ર ભાઈ ઠાકર, મહિલા ઉપાધ્યક્ષ માધ્યમિક સંવર્ગ શ્રીમતી ચંદ્રિકાબેન ચૌહાણ તથા આચાર્ય અને માધ્યમિક સંવર્ગના રાજ્યના હોદ્દેદારો જે. આર. શાહ, સહસંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની , આચાર્ય સંવર્ગ હરીહરસિંહ વાઘેલા, મહિલામંત્રી મીરાબેન સાદરીયા સહિતના તમામ સંવર્ગના રાજ્યના હોદ્દેદરશ્રીઓ આભાસી પટલ પરની બેઠકમાં જોડાયા હતા. બેઠકનું સફળ સંચાલન શ્રી રાજેન્દ્રસિંહ રાઉલજી ( અધ્યક્ષ માધ્યમિક સવર્ગ) દ્વારા કરવામાં આવેલ હતુ. બેઠકની શરૂઆત શ્રીમતી ચૌહાણ ચંદ્રિકા બેન દ્વારા સરસ્વતી વંદનાથી કરવામાં આવી. ત્યારબાદ શ્રી રમેશભાઈ ચૌધરી દ્વારા સદસ્યતા માટેના ચાર સંભાગ પ્રમાણે વિભાજન, થયેલું કાર્ય તથા આગામી આયોજન માટે સૂચન કરવામાં આવેલ હતા. મહામંત્રી મિતેષભાઈ ભટ્ટ દ્વારા માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક તથા આચાર્ય સંવર્ગના શિક્ષક હિતના તમામ પ્રશ્નોની રજૂઆત સરકારશ્રી સુધી પહોંચાડવાના પ્રયત્નો તથા આગામી આયોજનની માહિતી આપવામાં આવેલ હતી. સાથે સાથે સદસ્યતાની શિક્ષક હિતના પ્રશ્નો માટે અનિવાર્યતા અભિવ્યક્ત કરવામાં આવેલ હતી. અધ્યક્ષ શ્રી ભીખાભાઈ પટેલ દ્વારા માધ્યમિક શાળા વિભાગના મહત્વના પ્રશ્નો જેવા કે OPS, જુના શિક્ષક ભરતી, ગ્રાન્ટેડ શિક્ષક બદલી, વગેરે માટે સંગઠન રજૂઆતો કરતુ આવ્યુ છે અને આગામી સમયમાં પણ સરકારશ્રી સમક્ષ સક્ષમ રજૂઆત કરશે અને સાથે સાથે અન્ય પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાના તમામ પ્રયત્નો સંગઠન કરશે. સાથે જુના શિક્ષક ભરતીના પ્રશ્નની રજૂઆત માટે સરકાર શ્રી સાથે બેઠકોનો દોર ચાલુ છે એવુ જણાવવામા આવેલ હતુ. તમામ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને આચાર્ય સંવર્ગના કાર્યકર્તાઓ દ્વારા સદસ્યતા માટેની થયેલી આગામી પૂર્વ તૈયારીઓ રજુ કરવામાં આવેલ હતી. બેઠકનું સમાપન કલ્યાણ મંત્રથી કરવામાં આવેલ હતુ.