KUTCHMANDAVI

જિલ્લામાં તાલુકા અને ગ્રામ્યકક્ષાએ આઇકોનિક સ્થળો, જાહેર સ્થળો, આંગણવાડીની સાફ-સફાઈ હાથ ધરાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી,તા-૦૧ ઓક્ટોબર : “ સ્વચ્છતા હી સેવા-૨૦૨૪ ” અંતર્ગત કચ્છ જિલ્લામાં તાલુકા અને ગ્રામ્યકક્ષાએ આઇકોનિક સ્થળો, જાહેર સ્થળોએ સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી. તેમજ આવા સ્થળોએ સિંગલ યુઝ પ્લાસ્ટિક કચરાનો યોગ્ય નિકાલ પણ કરવામાં આવ્યો હતો.‘સ્વચ્છ ભારત મિશન’ ના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સમગ્ર દેશમાં “સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા” થીમ અન્વયે જનજાગૃતિ અર્થે રોજ જુદી-જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. ત્યારે સ્વચ્છતા અભિયાન અન્વયે તાલુકાની આંગણવાડીઓમાં પણ સાફ સફાઈ અભિયાન હાથ ધરી, આંગણવાડીઓને સ્વચ્છ કરવામાં આવી હતી. તેમજ ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!