GANDHIDHAMKUTCH

કચ્છ જિલ્લા ગાંધીધામ ઉધ્યગિક શહેર અને અવર્ગની નગરપાલિકા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવ્યા હોવા છતાં નાણાકીય ખુટ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ગાંધીધામ કચ્છ.

કચ્છ જિલ્લા ગાંધીધામ ઉધ્યગિક શહેર અને અવર્ગની નગરપાલિકા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવ્યા હોવા છતાં નાણાકીય ખુટથી ગાંધીધામ નગરપાલિકાને સુપર સીટ જાહેર કરવા બાબતે SDPi ક્ચ્છ જિલ્લાના પ્રમુખ રોશનઅલી સાંધાણી દ્વારા ચીફ સેક્રેટરી ઓફ ગુજરાત, પ્રિન્સિપલ સેક્રેટરી, શેહરી વિકાસ વિભાગ-ગુજરાત, પ્રિન્સિપાલ સેક્રેટરી નાણા વિભાગ ગુજરાત ને લેખિત રજૂઆત કરી માગ કરવામાં આવી,ગાંધીધામ નગપાલિકામાં આવતી કરોડો રૂપિયાની સરકારી ગ્રાન્ટો નો દુરુપયોગ તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓ નો મનસ્વી વર્તન ના કારણે ગાંધીધામ, આદિપુર, શહેર અનેક સુવિધાઓ થી વંચિત થઈ રહ્યું છે ત્યારે કચ્છ જિલ્લાના સાંસદ સભ્ય અને ગાંધીધામના ધારાસભ્ય પોતે પણ કોઈ પ્રષ્નો નો નિરાકરણ લાવવા કોઈ કાર્યવાહી કરી હોય તેવું જણાતું નથી,હાલ મળતી માહિતી મુજબ સેનેટરી અધિકારી ને બીજા વિભાગની કામગીરી કરાવીને શહેર ને સાફ સફાઈ અને ગટરની અનેક સમસ્યાઓ છતાંય તદલખી નિર્ણયોના કારણે ગાંધીધામ, આદિપુર, શહેર સાફ સફાઈ અને ગટરની સુવિધા થી વંચિત કરી દેવામાં આવયું છે,જેથી આપ સાહેબશ્રી ને અમારી નમ્ર અપીલ છે કે છેલ્લા પાંચ વર્ષમાં ગાંધીધામ નગરપાલિકામાં આવેલી તમામ ગ્રાન્ટોની નિષ્પક્ષ અને યોગ્ય તપાસ કરવામાં આવે જેથી સરકારી અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવેલ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડી અને ન્યાય ના હિતમાં ધાક બેસાડતી કાયૅવાહી કરવા આવે તેમજ ટૂંક સમયમાં ગૂજરાત રાજ્ય સરકાર દ્વારા ગાંધીધામ નગરપાલીકા ને મહા નગરપાલીકા બનવાની જાહેરાત કરવામાં આવેલ છે તેની અમલવારી વેલી તકે કરવામાં આવે અને ગુજરાત રાજ્ય સરકાર દવારા ગાંધીધામ નગરપાલીકા માટે સક્ષમ અધિકારીને સત્તા સોંપવામાં આવે, જેથી હાલના સમયમાં ગાંધીધામ કચ્છ જિલ્લાનો ઉધ્યોગીક શહેર હોવા છતાં અને અવર્ગની નગરપાલિકા હોવા છતાં નાણાંકિયા ભંડોળની ખૂટ હોવાથી અવર્ગ ની ગાંધીધામ નગરપાલિકામાં મોટા ભાગે ભ્રષ્ટાચાર થઈ રહ્યું હોય એવું પ્રતીત થાય છે જેથી સરકાર શ્રી તત્કાલિક ધોરણે નિર્ણય લઈ ને ગાંધીધામ નગરપાલિકાને સુપર સીટ જાહેર કરવામાં આવે અને ફર્ઝ પ્રત્યે નિષ્ઠાવાન અને સક્ષમ અધિકારીને વહીવટ સોંપીને ગાંધીધામની પ્રજાને તમામ પીડાઓ થી મુક્તિ આપવામાં આવે તેવી અમારી માંગ સાથે સોશીયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા SDPi ક્ચ્છ જિલ્લાના પ્રમુખ રોશનઅલી સાંધાણી દ્વારા વિવિઘ વિભાગોને લેખિત ફરિયાદ આવી જેમાં (૧) ડાઇરેકટર ઓફ સીબીઆઇ, નવી દિલ્લી. (૨) હેડ ઓફ ડિપાર્ટમેંટ, કેગ, નવી દિલ્લી (૩) સેક્રેટરી, કાયદા વિભાગ-ગાંધીનગર – ગુજરાત (૪) લોકલ ફંડ ઓફિસ – રાજકોટ (૫) સી.આઈ.ડી. વિભાગ-ગાંધીનગર ગુજરાત (૬) કલેક્ટર કચ્છ જિલ્લા ભુજ કચ્છ ને ફરિયાદ કરી તાત્કાલીક ધોરણે તપાસ બેસાડી ને ગાંધીધામ નગરપાલિકા ને સુપર સીટ જાહેર કરવા માગ કરવામાં આવી,

Back to top button
error: Content is protected !!