KUTCHMANDAVI

કચ્છ જિલ્લામાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતની થીમ સાથે નારીશક્તિ વંદના કાર્યક્રમો યોજાયા

ભુજ, નખત્રાણા, માંડવી, અંજાર, ગાંધીધામ તથા રાપર વિધાનસભા મતવિસ્તારમાં નારીશક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરાયું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

કચ્છના ૪૮૨ મહિલા સ્વસહાય જૂથોને રૂ. ૩૨૪.૨૫ લાખથી વધારેની સહાયનું વિતરણ.

વડાપ્રધાનશ્રી અને મુખ્યમંત્રીશ્રીનું મહિલાશક્તિને વર્ચ્યુઅલી સંબોધન.

માતૃશક્તિને સક્ષમ બનાવવા કેન્દ્ર અને રાજય સરકાર કટિબધ્ધ.- સાંસદ વિનોદભાઇ ચાવડા

માંડવી તા – ૦૬ : સમગ્ર દેશની સાથે આજરોજ કચ્છ જિલ્લામાં વિકસિત ભારત-વિકસિત ગુજરાતની થીમ સાથે ભુજ, નખત્રાણા , અંજાર, ગાંધીધામ, રાપર તથા માંડવી વિધાનસભા મતવિસ્તારમાં નારીશક્તિ વંદના કાર્યક્રમો યોજાયા હતાં. આ કાર્યક્રમને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પશ્ચિમ બંગાળના બારાસત ખાતેથી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પાટણ ખાતેથી નારીશક્તિ વંદના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. સમગ્ર રાજ્યમાં ૧૩ હજારથી વધુ સ્વસહાય જૂથની ૧ લાખ ૩૦ હજારથી વધુ મહિલાઓને રૂ.૨૫૦ કરોડથી વધુની સહાય વિતરણ સાથે કચ્છ જિલ્લામાં મહિલા સ્વસહાય જૂથોને યોજાયેલા નારીશક્તિ વંદના કાર્યક્રમમાં જિલ્લાના ૪૮૨ સ્વસહાય જૂથોને રિવોલ્વિંગ ફંડ, કેશ-ક્રેડિટ, કોમ્યુનિટી ઈન્વેસ્ટમેન્ટ ફંડ, સ્ટાર્ટઅપ ફંડ, પીજી ફંડ માટે રૂ.૩૨૪.૨૫ લાખની સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ તકે, ભુજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે મુખ્યમંત્રી હતાં ત્યારે તેમણે સ્વસહાય જૂથોની શરૂઆત કરી હતી. આજે આ સ્વસહાય જૂથોના માધ્યમથી મહિલાઓ આત્મનિર્ભર બની છે. માતૃશક્તિના સશકિતકરણ માટે વડાપ્રધાનશ્રી તથા મુખ્યમંત્રીશ્રી સતત પ્રયત્નશીલ તથા કટિબધ્ધ છે. તેમજ તાજેતરમાં નારી શકિત વંદના અધિનિયમ પસાર કરીને વડાપ્રધાનશ્રી મહિલાઓને અન્ય ક્ષેત્રો સાથે રાજકીય ક્ષેત્રે પણ મજબૂત સ્થાન અપાવવા સક્રિય છે. આ તકે ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલે જણાવ્યું હતું કે, મહિલાઓ સ્વમાનભેર જીવે તે માટે કેન્દ્ર અને રાજય સરકારે વિવિધ યોજનાઓ અમલી કરી છે. જેમાં સ્વસહાય જૂથોની રચનાના કારણે આર્થિક સહાય થકી મહિલાઓની શક્તિ ખીલે તેમજ તે પગભર બનીને પરીવારના પોષણમાં પણ ભાગીદાર બની શકે છે. આ જૂથોના કારણે હાલ મહિલાઓનું જીવનધોરણ ઉંચુ આવ્યું છે. ત્યારે સૌ મહિલાશક્તિ વડાપ્રધાનશ્રીના વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સહભાગી બને તેવી અપીલ કરી હતી. તેમણે ઉપસ્થિત મહિલાઓને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.

કચ્છ જિલ્લામાં યોજાયેલ કાર્યક્રમોમાં ૫૯ સ્વસહાય જૂથોને રૂ.૧૭.૦૭ લાખ રીવોલ્વીંગ ફંડ, ૯૨ સ્વસહાય જૂથોને રૂ.૧.૩૮ કરોડ કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, ૨૦૨ સ્વસહાય જૂથોને રૂ.૫.૦૫ લાખ, ૩૨ ગ્રામ સંગઠનને રૂ. ૨૪ લાખ તેમજ એક કલસ્ટર લેવલ ફેડરેશનને રૂ. ૩.૫૦ સ્ટાર્ટઅપ ફંડ, ૭૬ સ્વસહાય જૂથોને રૂ.૧.૩૬ કરોડ કેશ ક્રેડિટ લોન આમ કુલ ૪૮૨ સ્વસહાય જૂથોને ૩૨૪.૨૫ લાખથી વધારેની સહાય આપવામાં આવી હતી. કાર્યક્રમમાં લાભાર્થી સ્વસહાય જૂથની મહિલાઓએ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. 

આ પ્રસંગે સ્કૂલની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ કરી હતી. ભુજ પ્રાંત અધિકારી શ્રી ડો. અનિલ જાદવે સ્વાગત પ્રવચન કર્યું હતું. જયારે કાર્યક્રમનું સંચાલન મનન ઠકકરે કર્યું હતું . આ નારીશક્તિ કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાપ્રમુખશ્રી રશ્મિબેન સોલંકી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી મનીષબેન વેલાણી, ભુજ તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઇ વરસાણી, પૂર્વ ધારાસભ્યશ્રી પંકજભાઇ મહેતા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, ભુજ પાલિકા કારોબારી ચેરમેનશ્રી મહિદિપસિંહ જાડેજા, આગેવાનશ્રીઓ દેવજીભાઇ વરચંદ, ભીમજીભાઇ જોધાણી, બાલકૃષ્ણ મોતા, દેવરાજ ગઢવી, કલેકટરશ્રી અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.કે. પ્રજાપતિ સહિતના અધિકારીશ્રીઓ- પદાધિકારીશ્રીઓ અને બહોળી સંખ્યામાં માતૃશક્તિ ઉપસ્થિત રહી હતી. 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!