વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૨૩ નવેમ્બર : ૭૬માં એન.સી.સી. દિવસની ઉજવણી ૨૪ નવેમ્બર ૨૦૨૪ ના રોજ કરવામાં આવશે. જે ઉજવણીના ભાગરૂપે ૩૬ ગુજરાત બટાલિયન એન.સી.સી., ભુજ, ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી કચ્છ જીલ્લા શાખા અને અદાણી ફાઉન્ડેશને સાથે મળીને તારીખ ૨૩ નવેમ્બર ૨૦૨૪ના રોજ બ્લડ ડોનેસન કેમ્પનું આયોજન કરેલ હતું. જેમાં ઓફિસર, એ.એન.ઓ /સી.ટી.ઓ., પી.આઈ સ્ટાફ, કેડેટ્સ અને સિવિલ સ્ટાફે ભાગ લીધો હતો, અને અંદાજીત ૬૦ બ્લડ યુનિટ્સ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અદાણી ફાઉન્ડેશન દ્વારા તમામ બ્લડ ડોનરને ભેટ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા.