LCB પોલીસ દ્વારા બેડીયા ટોલનાકા પાસેથી બિસ્કીટ ની આડમાં લઈ જવા તો વિદેશી દારૂનો જથ્થો ઝડપી રૂ ૪૩.૭૪ લાખનો મુદ્દામાલ કબજે કર્યો
તારીખ ૦૯/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
એલસીબી પોલીસ સ્ટેશન નો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળેલ કે બંધ બોડીના કન્ટેનર નંબર આરજે ૧૧ જીસી ૩૦૫૮ માં બિસ્કીટના બોક્સની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને ગોધરા તરફથી વડોદરા તરફ જનાર છે જે આધારે એલસીબી પોલીસે વોચ ગોઠવતા બાતમી મુજબનું વાહન આવતા તેને ઊભું રખાવી તપાસ કરતા બિસ્કીટ ભર્યાના બિલ્ટી જોવા મળ્યા હતા. કન્ટેનરમાં બેઠેલા બે ઈસમો મુન્તજાર અબ્દુલસતારખાન રે.અંગોન હરિયાણા તથા સમૂનખાન હજજરખાન રે.છાપરા રાજસ્થાન ની પૂછપરછ કરતા આ જથ્થો આમિન જમીલ નામના રે.મેવાત હરિયાણા ના ઇસમ દ્વારા ભરી આપવામાં આવેલ છે અને વડોદરા ના હિમાંશુ નારાયણદાસ ચંદાણી ને આપવાનો છે તેમ જણાવ્યું હતુ.કન્ટેનર ની પાછળ ની બંધ બોડી નું તાળું ખોલાવી અંદર તપાસ કરતા લંબચોરસ બોક્સમાં બિસ્કીટના બોક્સ તથા ખાખી પુઠ્ઠા ના બોક્સમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો જોવા મળ્યો હતો જુદી જુદી બ્રાન્ડના વિદેશી દારૂની પેટી 143 પેટી દારૂના ₹3,984 બોટલ રૂ 17,88,400/ તથા ઓરિયો બિસ્કિટ ના બોક્સ 2150 રૂ 15,75,950/ તથા બે મોબાઈલ રૂ 10,000/ તથા ટ્રક રૂ 10,000,00/ કુલ મળીને રૂ 43,88,400/ નો મુદામાલ કબજે કરી વેજલપુર પોલીસ મથકે ચાર ઇસમો સામે પ્રોહીબિશન એક્ટ મુજબનો ગુનો દાખલ કરાયેલ છે.