
તા.૨૨.૦૮.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Limkheda:લીમખેડા પોલીસે ધાનપુર ચોકડી પાસેથી ક્રેટા કારમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો
લીમખેડા પોલીસે વિદેશી દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. પોલીસે બાતમીના આધારે ધાનપુર ચોકડી હાઇવે પરથી એક ક્રેટા કારને આંતરી તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે.આ કાર્યવાહીમાં પોલીસે અલગ-અલગ બ્રાન્ડની કુલ 1,200 બોટલો એટલે કે 216 લીટર વિદેશી દારૂ કબજે કર્યો છે. પોલીસે ઘટનાસ્થળેથી દારૂનો જથ્થો, ક્રેટા કાર અને બે નંગ મોબાઇલ ફોન મળી કુલ ₹7.33 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે દારૂની હેરાફેરી કરી રહેલા બે શખ્સોની ધરપકડ કરી લીધી છે, જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ દારૂનો જથ્થો રાજસ્થાનથી લાવીને રાજકોટ પહોંચાડવાનો હતો.દાહોદ જિલ્લામાં બુટલેગરો સામે લીમખેડા પોલીસે લાલ આંખ કરી છે. લીમખેડા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે રાજસ્થાન તરફથી એક ક્રેટા કારમાં દારૂનો મોટો જથ્થો ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે ધાનપુર ચોકડી હાઇવે પર વોચ ગોઠવી હતી.જેવી આ શંકાસ્પદ ક્રેટા કાર ત્યાંથી પસાર થઈ, પોલીસે તેને રોકીને તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારમાંથી નાની-મોટી કુલ 1,200 બોટલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ સહિત કુલ 7 લાખ 33 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પોલીસે આ મામલે બે બુટલેગરોની અટકાયત કરી છે. આ દારૂ રાજસ્થાનથી લાવી રાજકોટ ડિલિવરી કરવાનો હતો. હાલમાં લીમખેડા પોલીસે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા ત્રીજા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.




