કાલોલ કાશીમાબાદ સોસાયટીમાં પાલિકા તંત્ર દ્વારા ગંદા પાણીનો નિકાલ કરતા સ્થાનિક રહીશો ખુશખુશાલ.
તારીખ ૦૨/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વોર્ડ નંબર પાંચમા આવેલ કાશીમાબાદ સોસાયટીમાં વરસાદના કારણે પાણી ભરાતા નદી જેવું નજારો જોવા મળી રહ્યો હતો અને પુષ્કળ કાદવ કીચડ જોવા મળી રહ્યું હતું. આ વિસ્તારમાં લોકોને પડતી હાલાકી રજૂઆતના અહેવાલ વાત્સલ્યમ્ સમાચારમાં પ્રસિદ્ધ થતા જ કાલોલ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર મયુરભાઇ ગોહિલ સહિત તેવોની ટીમ તાત્કાલિક એક્શનમાં આવી પાંચ વાગ્યાથી શરૂ કરી મોડી રાત્રીના નવથી દશ વાગ્યા સુધીમાં ભારે જહેમત ઉઠાવી સતત વરસતા વરસાદમાં તાંત્રિક મશીનરી થી ભુગર્ભ ગટરનું ઢાંકણું ખોલી તમાંમ ગંદુ પાણી અને રોડ રસ્તાઓ ઉપર નો કાદવ કીચડ સાફ કરી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો જે પાંચથી છ દિવસ પહેલા વરસાદી પાણી સાથે ભુગર્ભ ગટરના ગંદા પાણીનાં કારણે ફેલાયેલી ગંદકીને લઇ નગરપાલિકા દ્વારા પાણીનો નિકાલ કરી સાફ-સફાઈ કરતા સ્થાનિક રહીશો ને ગંદકીથી રાહત મળતાં જેને લઇ નગરપાલિકાની આ કામગીરીથી સ્થાનિક લોકો ખુશખુશાલ જોવા મળ્યા હતા.