વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.
માંડવી, તા-16 એપ્રિલ : પશ્ચિમ કચ્છ ભુજ એલ.સી.બી.સ્ટાફના પોલીસ કર્મચારી કોડાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન સચોટ ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, સરફરાજ અનવર લોઢીયા રહે. નવા નંબર વિસ્તાર ગામ કોડાય તા.માંડવી વાળો કોડાય ખરવાડ વાસ પાસે પોતાના ઘરની બહાર ઓટલા ઉપર બેસી પોતાના મોબાઇલ ફોનમાં ID વડે હાલમાં ચાલી રહેલ આઇ.પી.એલ.ની પંજાબ અને કલકતાની ઓવરની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન આઇડી ઉપર નાણાકીય હારજીતનો ક્રીકેટનો સટ્ટો રમી રમાડે છે. જે હકીકત આધારે તુરંતજ વર્કઆઉટ કરી ઉપરોકત બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા હકીકત મુજબનો ઇસમ પોતાના કબ્જાના મોબાઇલ ફોનથી “R777.COM ” નામની ઓનલાઇન વેબસાઇટ ઉપર ક્રિકેટ સટ્ટો રમતા પકડાઇ ગયેલ અને મોબાઇલ ફોનમાં રહેલ આઇ.ડી.માં રાખેલ બેલેન્સ રુપીયા ૭૦,૦૦૦/- (સીતેર) હજારનો ક્રિકેટ સટ્ટૉ રમવામાં ઉપયોગમા લીધેલ જેથી મજકુર ઇસમને આઇ.ડી. કોની પાસેથી લીધેલ તે બાબતે પુછપરછ કરતા જણાવેલ કે,આ આઇ.ડી.મોક્ષ ગાલા રહે માંડવી વાળા પાસેથી મેળવેલ હતી જેથી મજકુર ઇસમ પાસેથી મોબાઈલ ફોનમાં રહેલ આઇ.ડી.માં રાખેલ બેલેન્સ રૂપીયા ૭૦,૦૦૦/-(સીતેર) હજારનો ક્રિકેટ સટ્ટૉ રમવામાં ઉપયોગમા લીધેલ મોબાઇલ નગ-૧ કિ.રૂ.૫,૦૦૦/- મુજબનો મુદામાલ મળી આવેલ. જેથી હાજર મળી આવેલ ઇસમ તથા હાજર નહિ મળી આવેલ ઇસમ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી કોડાય પોલીસ સ્ટેશન સોપવામાં આવેલ.અને એક આરોપી પકડવાનો બાકી તેનુ નામ મોક્ષ ગાલા રહે માંડવી.