GUJARATKUTCHMANDAVI

રોયલ્ટી કરતા વધારે બોક્સાઇડ ભરેલ બે ટ્રકને પકડી ડીટેઇન કરતી એલસીબ પોલીસ ભુજ 

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.

માંડવી, તા-16 એપ્રિલ : પશ્ચિમ કચ્છ એલસીબી પોલીસ ટીમ માંડવી તાલુકાના કોજાચોરા ફાટક વિસ્તાર મા વિસ્તારમાં વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન કોજાચોરા ફાટક પાસેથી બે ટ્રક બોક્સાઇડ (ખનીજ) ભરી આવતા ઉભી રખાવી ચેક કરતા (૧) ટ્રક જેના રજી.નં. GJ 12 BY 8162 વાળી આવતા તેને ઉભી રખાવી ચેક કરતા ટ્રકમાં રોયલ્ટી કરતા વધારે ૦૭ ટન બોક્સાઇડ ભરેલ હોય તથા (૨) ટ્રક જેના રજી.નં. GJ 12 BX 4616 વાળી આવતા તેને ઉભી રખાવી ચેક કરતા ટ્રકમાં રોયલ્ટી કરતા વધારે ૦૭ ટન બોક્સાઇડ ભરેલ હોય જેથી બન્ને વાહન ચાલકો (૧) જલાભાઇ રામાભાઇ રબારી રહે. વડવા ભોપા, તા.નખત્રાણા તથા (૨) નવીન ઓસમાનભાઇ કોલી રહે. ભારાસર તા.ભુજ વાળાઓ પાસે રોયલ્ટી ચેક કરતા રોયલ્ટી દર્શાવેલ કરતા ૭ ટન વધારે બોક્સાઇડ ભરેલ હોઇ જે અંગે ખાણ ખનીજ ધાર કલમ-૩૪ મુજબ વાહનો ડીટેઇન કરી ખાણ ખનીજ વિભાગ તરફ રીપોર્ટ કરી બન્ને ટ્રકો કોડાય પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી સારૂ સોંપવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!