GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીએ પોતાના જન્મદિવસ ની અનોખી રીતે ઉજવણી કરી

જિલ્‍લા કલેકટર શ્રીમતી નેહા કુમારીએ પોતાના જન્‍મ દિવસની
અનોખી રીતે ઉજવણી કરી

નવા વાઢેલા પ્રાથમિક શાળા ખાતે કલેકટરશ્રીએ
શાળાના બાળકો સાથે તિથિ ભોજન લઇને જન્‍મદિવસ ઉજવ્‍યો

 

નવા વાઢેલા પ્રાથમિક શાળાના બાળકો સાથે કેક કાપી તિથિ ભોજન લઇ જન્મદિનને યાદગાર બનાવ્યો

અમીન કોઠારી = મહીસાગર

 

જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીનો આજે જન્‍મ દિવસ હોઇ તેઓ મહીસાગર જિલ્‍લાના ખાનપુર તાલુકાના નવા વાઢેલા પ્રાથમિક શાળા ખાતે પહોંચી ગયા હતા જયાં તેમને પ્રાથમિક શાળાના બાળકો સાથે જાણે કે એક માતા જેમ પોતાના પુત્રને વ્‍હાલ કરે તેમ તેઓની સાથે સંવાદ કરી કેક કાપીને પોતાના બાળકો સાથે જમીન પર બેસીને તિથિ ભોજન લઇને જન્‍મદિવસની ઉજવણી કરી અન્‍યોને પ્રેરણા પૂરી પાડી હતી.

કલેકટરશ્રીએ આ પ્રસંગે શાળાના બાળકોને કંપાસ બોક્સ અને ચોકલેટ વિતરણ કરી બાળકોને અંતરિયાળ વિસ્‍તારમાંથી બહાર આવી ઉચ્‍ચ શિક્ષણ પ્રાપ્‍ત કરવાની સાથે પ્રગતિના શિખરો સર કરી ગામનું, જિલ્‍લાનું, રાજયનું અને દેશનું નામ રોશન કરશો તેવી આશા વ્‍યકત કરી બાળકોને તેમના ભવિષ્‍યની શુભેચ્‍છાઓ પાઠવી હતી. કાર્યક્રમના અંતે જિલ્લા કલેકટર શ્રીમતી નેહા કુમારીએ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલ,જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી સી વી લટા, ડી આર ડી એ ડાયરેક્ટર શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર,પ્રાયોજના વહીવટદાર શ્રી યુવરાજ સિદ્ધાર્થ, પ્રાંત અધિકારીશ્રી આનંદ પાટીલ, નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી એમ એન મનાત, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એન બી રાઠોડ,પશુપાલન અધિકારીશ્રી, આરોગ્ય અધિકારીશ્રી સહિત શાળાના આચાર્ય, શિક્ષક અને મોટી સંખ્યામાં શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!