GUJARATLUNAWADAMAHISAGAR

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહિસાગર જિલ્લા ની બેઠક ગોસાઇ સમાજ ની વાડી લુણાવાડા મુકામે મળી

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહિસાગર જિલ્લા ની બેઠક ગોસાઇ સમાજ ની વાડી લુણાવાડા મુકામે મળી

આજ રોજ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહિસાગર જિલ્લાની જિલ્લા કારોબારી બેઠક ગોસાઇ સમાજ ની વાડી, લુણાવાડા ખાતે મળી. જેમા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માધ્યમિક સંવર્ગ ગુજરાતના મહામંત્રી જિતેન્દ્ર ઠાકર, પ્રાથમિક જિલ્લા અધ્યક્ષ લક્ષ્મણભાઇ પટેલીયા, મંત્રી પ્રદિપભાઇ પટેલ, માધ્યમિક અધ્યક્ષ પ્રવીણભાઈ બારીયા, આચાર્ય અધ્યક્ષ સંજયભાઈ પટેલ, આચાર્ય મંત્રી ભુપેન્દ્રભાઈ ડામોર. જિલ્લા માધ્યમિક મહિલા ઉપાધ્યક્ષ રીનાબેન ચૌધરી, પ્રાથમિક સંગઠન મંત્રી પ્રભાતસિંહ પરમાર, રાજ્ય કારોબારી પરેશકુમાર પટેલ, કોષાધ્યક્ષ નવનીત પંચાલ સહિત જિલ્લા, તાલુકાના કાર્યકરો ઉપસ્થિત રહયા. સમૂહ પ્રાર્થના બાદ ગત બેઠકનું પ્રોસિડિંગનું વાંચન, સદસ્યતાનું શુલ્ક જમા કરવા બાબતની ચર્ચા કરવામાં આવી. બેઠકના મુખ્ય અધ્યક્ષ  જિતેન્દ્ર ઠાકર દ્વારા 100 ટકા સંપુર્ણ મતદાન વિષે કાર્યકર્તાઓને માહિતગાર કરવામાં આવ્યા તેમજ પ્રાથમિક.માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોના પડતર પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી. રાજ્ય કક્ષાના પડતર પ્રશ્નો ના ઉકેલ બાબતે અને મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત ની સંપૂર્ણ માહિતી આપી તેમજ , અગામી લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે રાષ્ટ્રહિતમાં 100 ટકા મતદાન થાય તે માટે ચર્ચા કરવામાં આવી તથા જિલ્લાના તમામ તાલુકાઓમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત બેઠકો પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી તેમજ આગામી ટૂંક સમયમાં મતદાન જાગૃતિ અંગે તમામ તાલુકાઓમાં સૂક્ષ્મ આયોજન થાય અને તમામ હોદ્દેદારો મંડળ સ્તર સુધી પહોંચીને તમામ મતદારો સો ટકા મતદાન કરવા પ્રેરાય તેના માટે રૂપરેખા નક્કી કરવામાં આવી.

અને પ્રાંત માંથી મળેલ સાહિત્યનું તાલુકા સહ વિતરણ કરવામાં આવ્યું. સમગ્ર બેઠકનું સંચાલન મંત્રી પ્રદીપકુમાર પટેલ દ્વારા કરવામાં આવ્યું.બેઠક ના અંત માં કલ્યાણમંત્ર બોલી બેઠક પુર્ણ કરવામાં આવી .

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!