LUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લાના ધોળી ગામના ૭૦ વર્ષના વાડીલાલ પટેલે યોગ ઉત્કૃષ્ઠ કામગીરી કરી અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર જિલ્લાના ધોળી ગામના ૭૦ વર્ષના વાડીલાલ પટેલે યોગ ઉત્કૃષ્ઠ કામગીરી કરી અનોખું ઉદાહરણ પુરુ પાડ્યું

વિવિધ કોલેજ અને શાળાઓમાં બાળકોને યોગ માટે જાગૃત કરી પ્રોત્સાહીત કરતા મહીસાગર જિલ્લાના વાડીલાલ પટેલ

૨૪ જેલમાં અને અનેક તાલુકાઓમાં ૨૬૫ જેટલી શિબિર કરી લોકોને યોગ વિશે માર્ગદર્શિત કરનાર યોગ સાધક વાડીલાલ પટેલ

૨૧ જૂનના રોજ વિશ્વ યોગ દિવસ ઉજવણી થઇ રહી છે ત્યારે મહીસાગર જિલ્લાના ધોળી ગામના ૭૦ વર્ષીય વાડીલાલ પટેલ કે જેઓને ૧૦૨ પ્રકારના યોગના વિવિધ આસનો સિધ્ધ હસ્ત છે, જેમણે ગુજરાતની ૨૪ જેલોમાં અને ગુજરાતના અનેક તાલુકાઓમાં નિઃશુલ્ક ૨૬૫ યોગ શિબિરો કરી જેલમાં રહેતા કેદીઓ અને ગુજરાતની જનતાને યોગ કરવાથી થતા ફાયદા અને વિવિધ બીમારીઓમાં થતા લાભની માહિતી નિઃશુલ્ક પુરી પાડી છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના નાનકડા એવા ધોળી ગામમાં રહેતા ૭૦ વર્ષીય નિવૃત ટીચર વાડીભાઈ પટેલને આજે લોકો યોગ ગુરુના નામે ઓળખે છે. વાડીલાલભાઈ પટેલ જ્યારે નોકરી કરતા હતા ત્યારે તેમને વધુ થાક લાગવાને કારણે તેમણે મેડિકલ ચેકઅપ કરાવતા ડાયાબીટીસ હોવાનું માલુમ પડ્યું તેવા સમયે તેઓએ ટીવી પર યોગના કાર્યક્રમો જોયા અને તેઓએ બાબા રામદેવની શિબિરમાં જવાનું નક્કી કર્યું. વાડીલાલભાઈ પટેલ 2003ની સાલમાં સ્વામી રામદેવની શિબિરમાં યોગની તાલીમ લઇ તેઓ વતન પરત આવી રોજ સવારે યોગ કરવાની પ્રક્રિયા શરૂ કરી જેથી તેમને ડાયાબીટીસમાં રાહત થઈ ગઈ અને ઇન્સ્યુલેશનના ઇન્જેક્સનથી છુટકારો મળ્યો અને ત્યારથી તેઓએ પોતાની યોગ વિશેની જાણકારી સમાજના દરેક વ્યક્તિઓ સુધી પહોંચાડવાનો નિરધાર કર્યો અને સમગ્ર ગુજરાતની વિવિધ શેક્ષણિક સંસ્થાઓ , સમાજ સેવી સંસ્થાઓની મદદથી નિઃશુલ્ક યોગ ચિકિત્સા પદ્ધતિની શિબિર કરીને સમાજના દરેક વર્ગના લોકોમાં યોગથી થતા લાભો અને યોગ કરવાથી દૂર થતી વિવિધ બીમારીઓની જાણકારી આપી એટલું જ નહીં વાડીલાલ પટેલે ગુજરાતની સેન્ટ્રલ જેલ, સબ જેલ, અમદાવાદની સાબરમતી જેલ મળી કુલ 24 જેટલી જેલોમાં 5 દિવસ સુધી રોજે સવારે જેલવાસ ભોગવતા કેદીઓ માટે પણ જેલોમાં યોગ શિબિર કરી યોગ કરવાથી થતા ફાયદાઓની માહિતી કેદીઓમાં પહોંચાડી છે.

વાડીલાલ પટેલ વિવિધ બીમારી માટે વિવિધ પ્રકારના આસનોની માહિતી શિબિરોમાં યોગના આસન દ્વારા આપતા હોય છે. તેઓ ડાયાબીટીસ, હાઈ લો બ્લડ પ્રેશર, થાઇરોડ, હૃદય રોગ જેવી બીમારીઓ માટે શિબિરોમાં વિવિધ પ્રકારના આસનો જેવા કે મંદુકાશન, હલાશન, શિરસાશન, વકરાશન, કપાલભાતિ, પ્રાણાયામ, સુખાશન, સર્વગાશન જેવા વિવિધ 102 જેટલા આસનોની માહિતી યોગ ચિકિત્સા શિબિરમાં નિઃશુલ્ક આપતા હોય છે.

વાડીલાલભાઈ પટેલ દરેક લોકો માટે નિઃશુલ્ક યોગ શિબિર દ્વારા સામાન્ય લોકોને યોગનું જ્ઞાન આપી દરરોજ વહેલી સવારે યોગ કરી યોગ થકી વિવિધ બીમારીઓ દૂર કરવાની સલાહ આપે છે તેમનું કહેવું છે કે યોગ કરવાથી રોગ દૂર થાય છે અને શરીર તદુરસ્ત રહે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!