LUNAWADAMAHISAGAR

મહિસાગર જીલ્લામાં બોરવેલ ખુલ્લા રાખવામાં આવેલ હશે અને તેમાં કોઈ બાળક પડી જવાની ઘટના સામે આવશે તો તેના જવાબદર માલિકો સામે કાયદાકીય નિયમોનુસારની કાર્યવાહી થઇ શકે છે

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહિસાગર જીલ્લામાં બોરવેલ ખુલ્લા રાખવામાં આવેલ હશે અને તેમાં કોઈ બાળક પડી જવાની ઘટના સામે આવશે તો તેના જવાબદર માલિકો સામે કાયદાકીય નિયમોનુસારની કાર્યવાહી થઇ શકે છે

બાળકો એ દેશની તાકાત છે. બાળકોના અધિકારોનું રક્ષણ કરી બાળકો માટે એક બાળ સુરક્ષીત સમાજનું નિર્માણ કરવું,બાળકોના વર્તમાનને ઓળખવું અને તેઓ માટે એક સુંદર ભવિષ્યનું નિર્માણ કરવું એ આપણા સૌની પ્રાથમિક ફરજ બને છે.

પરંતુ ક્યારેક ક્યારેક સામાજિક નિષ્કાળજી બેદરકારીના કારણે ક્યારેય ન વિચારેલી વિવિધ ઘટનાઓ બાળકો સાથે બનતી હોય છે જે એક આપણા જાગૃત સમાજ માટે ખુબ જ જ નિંદનીય છે જેમાં હમણાજ ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ગાંધીનગરના જણાવ્યા મુજબ રાજ્યના અલગ – અલગ વિસ્તારમાં ખુલ્લા બોરવેલમાં બાળકો ફસાઈને ગંભીર ઈજા પામવાની અથવા તો મૃત્યુ પામવાની ગંભીર ઘટનાઓ અનેક સામે આવતી હોય છે. ત્યારે તાજેતરમાં આવી એક ઘટના જામનગરના વાડી વિસ્તારમાં બનવા પામેલ હતી. બોરવેલમાં પડી જવાની ઘટનાઓમાં બાળકોને જીવલેણ નુકશાન થાય છે. જે ખુબજ દુઃખ જનક બાબત છે

જેથી જે પણ જવાબદાર સબંધિતો ધ્વારા આવા મહિસાગર જીલ્લામાં બોરવેલ ખુલ્લા રાખવામાં આવેલ હશે અને તેમાં કોઈ બાળક પડી જવાની ઘટના સામે આવશે તો તેના જવાબદર માલિકો સામે કાયદાકીય નિયમોનુસારની કાર્યવાહી થઇ શકે છે જેથી વર્તમાન સમયમાં આવી બની રહેલી ઘટનાઓ રોકવા માટે લોકોને જાગૃત થવાની આવશ્યકતાઓ છે. બોરવેલને સીલબંધ રાખવી ખુબજ આવશ્યક છે સાથે સાથે વિવિધ માધ્યમો ધ્વારા લોકોમાં જાગૃતતા કેળવાય અને આવી ઘટનાઓ ન બને તે માટે આપણે સૌ સાથે મળીને પ્રયત્નો કરીએ.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!