MAHISAGARSANTRAMPUR

સંતરામપુર તાલુકાની પાદેડી અડોર પ્રાથમિક શાળાના બાળકોનું આરોગ્ય જોખમમાં!!??

  1. સંતરામપુર તાલુકાની પાદેડી અડોર પ્રાથમિક શાળાના બાળકોનું આરોગ્ય જોખમમાં!!??

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર…

મહિસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં આવેલ પાદેડી અડોર ગામની પ્રાથમિક શાળાના બાળકોનું આરોગ્ય જોખમમાં હોય એવી લોક ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.

 

સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર પાદેડી અડોર સરકારી પ્રાથમિક શાળામાં આશરે 462 જેટલા બાળકો અભ્યાસ કરી રહ્યા છે વર્ષો જૂની આ શાળામાં આજુબાજુના ગામડાના આદિવાસીના બાળકો અભ્યાસ કરવામાં આવે છે આ બાળકોનું આરોગ્ય કથળતું જાય છે અને તેમને અનેક પ્રકારના બીમારીને લઈને જોખમો ઊભા થાય તેવી શંકાઓ વિદ્યાર્થીઓના વાલીઓ અને ગામ લોકોમાં સેવાય રહી છે.

પહેલાના સમયમાં આરોગ્ય વિભાગ દ્વારા શાળાના બાળકનું તપાસણી કાર્યક્રમ રાખવામાં આવતો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ શાળામાં બાળકોના આરોગ્ય નો તપાસણી કાર્યક્રમ યોજવામાં આવ્યો નથી, લોકોનું કહેવું છે કે શાળાની બાજુમાં આવેલ પેટ્રોલ પંપ ના કારણે પેટ્રોલ પંપ માં ભરાતા પેટ્રોલ અને ડીઝલ પંપ ના કેમિકલ ની તીવ્ર વાસના કારણે તેમજ ત્યાં આગળ પેટ્રોલ ભરાવવા આવતા વાહન ચાલકો ના વાહનોના ઘોંઘાટ અને અવાજના કારણે એક પ્રકારનું પ્રદૂષણ ઊભું થાય છે જેને લઈને નાના નાના બાળકો અને ભૂલકાઓ નું આરોગ્ય જોખમમાં મુકાય છે, શરદી ખાંસી મગજમાં તકલીફ માથું દુખવું કાનમાં ઓછું સંભળાવુ, જેવા અનેક પ્રકારના પ્રોબ્લેમો બાળકો ક્રિએટ કરે છે અને ઘરે વાત પણ કરે છે જેથી બાળકોના વાલીઓ ના મુખે ચર્ચાઓ જોરસોર થી ચાલી રહી છે,

ત્યારે સરકારનું આરોગ્ય વિભાગ પાદેડી અડોર શાળા પ્રત્યે સભાનતાપૂર્વક ધ્યાન આપે અને બાળકોનું આરોગ્ય તપાસ કરવામાં રસ દાખવે તે ખૂબ જ જરૂરી છે.

Back to top button
error: Content is protected !!