MAHISAGARSANTRAMPUR

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 અંતર્ગત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની ચુટણીપચાર અંગેની સંતરામપુર ખાતે જાહેર સભા અને આગેવાનો સાથે ની મહતવ ની બેઠક યોજી હતી..

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026 અંતર્ગત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ની ચુટણીપચાર અંગેની સંતરામપુર ખાતે જાહેર સભા અને આગેવાનો સાથે ની મહતવનીબેઠક યોજી હતી..

રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 અંતર્ગત આજે સંતરામપુરના પ્રતાપુરા વિસ્તારમાં આવેલા મહાકાળી મંદિર ગ્રાઉન્ડ ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર સભા સવારે 10:00 વાગ્યે સંતરામપુર ના પ્રતાપુરા વિસ્તાર મહાકાળી મંદિર ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી, જેમાં સ્થાનિક નાગરિકો અને પક્ષના આગેવાનો. હોદધેદારોનેકાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે એ પોતાના સંબોધનમાં રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલા વિકાસકાર્યો, જનકલ્યાણકારી યોજનાઓ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે આવનારી ચૂંટણીમાં મતદારોને વિકાસના એજન્ડાને સમર્થન આપવા આહ્વાન કર્યું હતું.ને ભાજપનેવિજયી બનાવવા હાકલ કરી હતી.

જાહેર સભા પૂર્ણ થયા બાદ સંતરામપુર શહેરના નવા રામ દ્વારા ખાતે જિલ્લા સ્તરના શ્રેષ્ઠીઓ અને આગેવાનો પદાધીકારીઓસાથે બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લા નાવિકાસ,પાટી સંગઠન મજબૂતીઅંગે અને ચૂંટણી વ્યવસ્થા અંગે મહતવનીચર્ચા કરવામાં આવી હતી.
તસવીર
સંતરામપુર. ઈનદૂવદન વ પરીખ
20.04,2026.

Back to top button
error: Content is protected !!