
વિજાપુરમાં ઉમાશંકર જોશી જયંતીની ઉજવણી, વિદ્યાર્થીનીઓએ કાવ્યો અને ગીતોની કરી પ્રસ્તુતિ
વિજાપુર તા
વિજાપુર શ્રીમતી આર. આર. એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજ ખાતે સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા અને ગુજરાતી વિભાગના સંયુક્ત ઉપક્રમે મંગળવારે ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક ઉમાશંકર જોશીની જયંતીની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ. સુરેશભાઈ પટેલે વિદ્યાર્થીનીઓને ઉમાશંકર જોશીના સાહિત્યનું નિયમિત વાંચન કરવા અને આવા સાહિત્યિક કાર્યક્રમોમાં સક્રિય ભાગ લેવા પ્રેરણા આપી હતી. ડૉ. પ્રકાશભાઈ પંડ્યાએ ઉમાશંકર જોશીના જીવન અને સાહિત્યિક સર્જન અંગે વિસ્તૃત માહિતી આપી તેમજ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ડૉ. પી. એમ. પ્રજાપતિ, ડૉ. જિજ્ઞાબેન વોરા અને ડૉ. વર્ષાબા જાડેજા ઉપસ્થિત રહી વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહિત કરી હતી. અંતે ડૉ. મહેશભાઈ કટારિયાએ ઉમાશંકર જોશીના સાહિત્યિક યોગદાન અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા અને આભારવિધિ રજૂ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.



