વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ગોટિયામાળ ગામ ખાતે ઘરફોડ ચોરી ની ઘટના પ્રકાશમાં આવી છે.જેમાં ઘરમાં પ્રવેશ કરી ચોરોએ ઘરમાંથી 1.30 લાખ રૂપિયાની કિંમત નું મંગળસૂત્ર ચોરી લીધુ હોય જેને લઇને સાપુતારા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ગોટિયામાળ ગામ ખાતે રહેતા લતાબેન લક્ષ્મણભાઈ ગાંગોડાનાં ઘરમાં અજાણ્યા ચોર ઈસમોએ ઘરના દરવાજાનું તાળું તોડી ચોરી કરવાના ઈરાદાથી ઘરમાં પ્રવેશ કર્યો હતો.અને ઘરના સ્ટોર રૂમમાં મુકેલ પતરાનો કબાટ ખોલી કબાટની તીજોરીમાં મુકેલ સોનાનુ મંગળસુત્ર જેની કિંમત રૂપિયા 1,30,000/- ની ચોરી કરવામાં આવી હતી.ત્યારે ચોરીના બનાવને લઇને લતાબેન ગાંગોડાએ સાપુતારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સાપુતારા પી.આઈ.આર.એસ.પટેલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..