GUJARATKHERGAMNAVSARI

ખેરગામમાં અખાત્રીજ નજીક આવતા કેરીની આવકથી ધમધમી ઉઠેલું માર્કેટ યાર્ડ

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગા

oppo_0

હાફૂસ,રાજાપુરી,તાતાપુરી,કેશર,દશેરી,શબજા અને દેશી સહિતની કેરીની આવક ખેરગામ ધરમપુર રોડ ઉપર આવેલ માર્કેટ યાર્ડમાં કેરીનું આગમન શરૂ થવાની સાથે માર્કેટયાર્ડમાં કેરીનું ખરીદ વેચાણ કરતી મોટાભાગની દુકાનો ખુલી જતા કેરીનો વેપાર ધીનેધીમે આગળ વધી રહ્યો છે.અથાણાં માટેની રાજપુરી,તોતાપુરી,દેશી તેમજ કેશર,હાફૂસ,દશેરી, લંગડો અને સબજા કેરી પણ માર્કેટમાં વેચાણ માટે આવી રહી છે.શરૂઆતના તબક્કે કેશરના ભાવ 1500ની આસપાસ ચાલી રહ્યા છે.ખેરગામ ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ચીખલી સંચાલિત સબ માર્કેટ યાર્ડ છેલ્લા કેટલાક દિવસથી કેરીની આવકથી ધીમી ગતિએ ધમધમી રહ્યું છે,માર્કેયાર્ડમાં કેરી આવક શરૂ થતાં ખરીદ વેચાણની શરૂઆત થઈ ચૂકી છે.કેરીની સિઝન શરૂ થઈ છે ત્યારે આંબા ઉપર અથાણાં સહિત પાકવા લાયકની કેરી તૈયાર થઈ જતા માર્કેટયાર્ડમાં કેરી વેચાણ માટે આવી રહી છે.હાફૂસ,કેશર,દશેરી તેમજ લંગડો તેમજ અથાણાં માટેની રાજપુરી,ટોતાપુરી અને દેશી તેમજ સબજા કેરીની આવક માર્કેટયાર્ડમાં દિનપ્રતિદિન વધી રહી છે.માર્કેટયાર્ડમાં 100થી વધુ દુકાનો આવેલી છે જેમાં મોટાભાગની દુકાનો કેરીની આવક આવતા શરૂ થઈ ગઈ છે,જેમાં કેરીનું રોજબરોજ ખરીદ વેચાણ શરૂ થતા માર્કેટમાં કેરીની આવકમાં પણ ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે.આ વખતે કેરીનો પાક ગત વર્ષની સરખામણીમાં ઓછો રહેવાની ધારણા ખેડૂતો અને વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.જેને લઈ કેરીના ભાવ પણ ઊંચા રહેવાની ધારણા ખેડૂત અને વેપારીમાં વ્યક્ત કરાઈ રહી છે.

Back to top button
error: Content is protected !!