ચાણક્ય શાળા વિકાસ સંકુલ નું ગણિત વિજ્ઞાન પ્રદર્શન રીહેન એચ.મહેતા વિદ્યાલય માંકડી ખાતે યોજવામાં આવ્યું
2 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા સુભાષ વ્યાસ
ચાણક્ય શાળા વિકાસ સંકુલ કક્ષાનું દાંતા તાલુકાની તમામ માધ્યમિક શાળાઓનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન રિહેન મહેતા વિદ્યાલય, માંકડી ખાતે તારીખ 1 ઓક્ટોબર ના રોજ યોજાઈ ગયું.આ પ્રદર્શનમાં દાંતા તાલુકાની 52 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓએ ભાગ લીધો હતો અને તમામ શાળાના બાળકોએ ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી થીમ આધારિત આકર્ષક વૈજ્ઞાનિક મોડેલ રજૂ કર્યા હતા.પ્રદર્શનમાં મુખ્ય મહેમાન તરીકે અમદાવાદની વિજ્ઞાન ક્ષેત્રે કામ કરતી જાણીતી સંસ્થા વાહ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી પ્રફુલભાઈ અમીન અને સેક્રેટરી શ્રી આનંદભાઈ પટેલ તથા શાળા વિકાસ સંકુલના કન્વીનર અને રાજ્ય આચાર્ય સંઘના પ્રવક્તા શ્રી ઉમેશભાઈ પટેલ તેમજ આર.આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ પાલનપુરના આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રી ડો.ધ્રુવ પંડ્યા હાજર રહ્યા હતા.. ભાગ લેનાર તમામ શાળાઓ ને વાહ સંસ્થાના સૌજન્યથી ટ્રોફી આપવામાં આવી હતી.. અને કિશનચંદ ટેકચંદ પરિવાર,ખેડબ્રહ્માના સૌજન્યથી ભાગ લેનાર દરેક વિદ્યાર્થી અને શિક્ષકને પ્રોત્સાહક ઈનામ તથા ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત તમામ મહેમાનોને તથા બાળકોને પણ એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષ ઉછેરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી..ઉપસ્થિત સૌએ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું ખૂબ જ સુંદર આયોજન કરવા બદલ શાળાના આચાર્યશ્રી ડો.રાકેશ પ્રજાપતિ અને સમગ્ર સ્ટાફ તથા બાળકોને હૃદય પૂર્વક અભિનંદન પાઠવ્યા હતા.કાર્યક્રમના અંતે સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવા બદલ શાળાના આચાર્યશ્રી ડૉ.રાકેશ કે પ્રજાપતિએ ઉપસ્થિત મહેમાનો તથા નિર્ણાયકો તેમજ તમામ દાતાઓ અને સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા..