મીડિયા વિરુદ્ધ સોશીયલ મીડિયામાં અણછાજતી કોમેન્ટ કરનાર ઈસમ સામે મીડિયા એ કાલોલ પોલીસ મથકે અરજી આપી
તારીખ ૨૯/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના રામનાથ ગામના નીરવભાઈ પટેલે પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી રેતી ભરેલા ટ્રેક્ટર નો વીડિયો શેર કરી ” એક હિન્દુ તરીકે કહું છું કે ટ્રેકટરો જેના પણ હશે હિન્દુ ભાઇઓ નાજ હશે મારી આ પત્રકાર બંધુને વિનંતી કે જો તેમણે તેમની માં નુ દુધ પીધુ હોય તો લાકડા ખનન ના વિડીઓ પોસ્ટ કરી ને બતાવે !!!” આવુ ઉશ્કેરણી જનક લખાણ લખી પોસ્ટ કરેલ. વધુમાં.”હું નીરવ પટેલ રામનાથ આ કાલોલ શહેરમાં રેતી ભરેલા ટ્રેકટરો પસાર થઈ રહ્યા છે તે ટ્રેકટર મારા છે અને ગોવર્ધનનાથજી હવેલી માં મોટી હવેલીમાં જીર્ણોધ્ધાર માટે મોકલેલ છે,” તેવું લખાણ લખેલ આવી પોસ્ટ મૂકી પત્રકારો વિરુદ્ધ અણછાતુ લખાણ લખી કોમેન્ટ કરી ત્યારબાદ સુધારો કરી મીડિયાના એક જ પત્રકાર ને લાગુ પડે છે તેવું લખાણ સુધારેલ. તેના એક મિત્ર દ્વારા મીડિયાને હપ્તા નહી મળ્યા હોય તેવી કોમેન્ટ કરી હતી આમ સમગ્ર રીતે મીડિયાની કામગીરી સામે સવાલ ઉઠાવી હિન્દુ મુસ્લીમ રંગ આપવાની કોશિશ શહેર નુ વાતાવરણ ડહોળવા પ્રયત્ન કરતા મીડિયા દ્વારા સંયુક્ત રીતે કાલોલ પોલીસ મથકે ફરિયાદ ની અરજી આપી કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે. હજુ થોડા દિવસો પહેલા જ આ વ્યક્તિ એ મીડિયાનો આભાર વ્યક્ત કરતી પોસ્ટ મુકેલ એજ વ્યક્તિ કોઈ પણ વાજબી કારણ વગર મીડિયા સામે વિવાદ ઉભો કરી હિન્દુ મુસ્લીમ કરી પોતાની કોઈ અંગત મનોકામના પૂરી કરવા પ્રયત્ન કરતા હોય તેવુ જણાઈ રહ્યું છે.