GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લાનાં ગણદેવી,ખેરગામ અને જલાલપોર તાલુકા હેલ્થ ઓફિસ ખાતે કર્મચારીઓ માટે ધ્યાન સત્રોનુ આયોજન કરવામા આવ્યુ.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા.૨૭: નવસારી જિલ્લામાં ગણદેવી, ખેરગામ અને જલાલપોર તાલુકાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માટે ગુજરાત સરકાર અને હાર્ટફુલનેસ સંસ્થા દ્વારા ત્રણ દિવસ માટે ધ્યાન સત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય કક્ષાએ નાગરિકોને સ્વાસ્થ્ય સબંધી સેવાઓ પૂરી પાડતા સ્વાસ્થ્યકર્મીઓ  રોજબરોજના જીવનમાં તણાવનું યોગ્ય પ્રબંધન કરી શકે એ ઉદ્દેશ્ય સાથે આ ધ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાર્ટફુલનેસ સંસ્થાના પ્રશિક્ષકો અને સ્વયંસેવકો દ્વારા અલગ અલગ દિવસોએ ગણદેવી, ખેરગામ અને જલાલપોર તાલુકા હેલ્થ ઓફિસ ખાતે ત્રિદિવસીય ધ્યાન સત્રોનુ આયોજન કર્યુ હતુ. જેમા ઉપસ્થિત સૌ કર્મચારીઓને હૃદય આધારિત ધ્યાન પદ્ધતિ શીખવવામાં આવી હતી. જેમા તેઓને આજની ભાગદોડભરી જીવનશૈલીમાં ધ્યાન અને યોગનુ મહત્વ સમજાવી એને દૈનિક ધોરણે અપનાવવા માટે સમજૂત કરવામાં આવ્યા હતા. તેઓને ધ્યાનની સાથે રિલેકસેશન, આંતરિક શુદ્ધિકરણ અને પ્રાર્થના-ધ્યાનનો અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. ત્રિદિવસીય સત્રોમાં કર્મચારીઓને નશામુક્તિ, બાયોચાર આધારિત ખેતી પદ્ધતિ, વિઝડમ આધારિત નોલેજ અને બ્રાઇટર માઇન્ડ અંગે પણ સમજણ આપવામાં આવી હતી.

ગુજરાત સરકાર અને હાર્ટફુલનેસ સંસ્થાના સહયોગથી એકાત્મ અભિયાન અંતર્ગત યોજાયેલ આ ત્રિદિવસીય સત્રોમાં ૪૧૦ થી વધુ આરોગ્યકર્મીઓએ હૃદય આધારિત ધ્યાન પદ્ધતિ શીખી હતી. આ ધ્યાન સત્રોમાં મુખ્ય મહેમાન તરીકે ગણદેવી ખાતે તેજલબેન જોશી અને ખેરગામ ખાતે ચેતનભાઇ ઉપસ્થિત રહ્યા હતા. હાર્ટફુલનેસ સંસ્થાના પ્રશિક્ષકોશ્રી નીતિબેન ચાવડા, શ્રી વિનયભાઇ ચાવડા, શ્રી ઉમેશભાઈ પારેખ, શ્રી પ્રીતીબેન પારેખ, શ્રી ધર્મેશ પારેખ અને શ્રી પ્રવીણભાઈ પારેખ તથા શ્રી પિંકીબેન શાહ દ્વારા તાલીમાર્થીઓને ત્રણ સેશનમાં ધ્યાન શીખવવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!