GUJARATJUNAGADHKESHOD

કેશોદ જલારામ મંદિરે  મેગા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં 326 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 23 હાજર ઉપરાંત લોકોને નવી દ્રષ્ટિ અપાવવામાં સહભાગી થયું

કેશોદ જલારામ મંદિરે  મેગા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં 326 નેત્ર નિદાન કેમ્પ દ્વારા 23 હાજર ઉપરાંત લોકોને નવી દ્રષ્ટિ અપાવવામાં સહભાગી થયું

કેશોદ નાં આંબાવાડી વિસ્તાર માં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ, સાંધાનાં દુઃખાવા,તથા બોડી ચેક અપ આમ જુદાજુદા  કેમ્પનું  આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ નાં સહયોગ થી  326 મો નેત્ર નિદાન કેમ્પ આજરોજ યોજાયો હતો જલારામ મંદિર નાં ટ્રસ્ટી દીનેશભાઈ કાનાબાર નાં જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષ થી યોજાતા  નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પ માં  અત્યાર સુધીમાં  326 જેટલાં નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે જેમાં લગભગ 23212 જેટલાં મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે કેમ્પની  શરૂઆત ભોજન દાતા બળવંતસિંહ રાયજાદા જલારામ મંદિર નાં ટ્રસ્ટી  દિનેશ કાનાબાર, રમેશભાઈ, ડો.સ્નેહલ તન્ના,  ડો પરિતોષ પટેલ, હેમંત ઘેરવરા,મોહનભાઈ ઘોડાસરા ,સોંદરવા રતનબેન, ડો ભૂમિ વણપરિયા વગેરે મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કેમ્પ ખુલ્લો મુકવામાં આવેલ .આ નેત્ર નિદાન કેમ્પમાં 195 જેટલા દર્દીઓને ડોક્ટર પરિતોશ પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને 63 દર્દીઓ ને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવેલા હતાં.મહાદેવ આયુર્વેદીક ક્લિનિકનાં સોંદરવા રતન મેમ દ્વારા મશીન થી સંપૂર્ણ બોડી ચેક અપ ની સેવા આપેલ હતી.ડો ભૂમિ વણપરિયા દ્વારા સાંધાના દુખાવાવગેરે માટે સેવા આપેલ,દર્દીઓને માર્ગદર્શન સુરેશભાઈ અઘેરા, ભગવતસિંહ દ્વારા આપવામાં આવેલ દર્દીની નોંધણી દક્ષાબેન મહેતા, અશ્વિન પટેલ, જીજ્ઞેશ સોઢા દ્વારા કરવામાં આવેલ. ડાયાબીટીશ ચેક અપ બાદ દર્દી ની નોંધણી કેશુભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ

 

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!