વિજાપુર રણાસણ આર કે પટેલ હાઇસ્કૂલ ખાતે તાલુકા કક્ષાનું 25 મું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા કક્ષાનું બી.આર. સી આયોજિત 25 મું ગણિત અને વિજ્ઞાન પ્રદર્શન પટેલ આર.કે હાઈસ્કૂલ રણાસણ માં યોજાઈ ગયું હતુ.જેમાં 75 કૃતિઓ તાલુકાની સરકારી પ્રાથમિક શાળાઓમાંથી બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી. આજુબાજુની શાળાના 1500 વિદ્યાર્થીઓએ પ્રદર્શન નિહાળ્યું હતું.આપત્તિ અને વ્યવસ્થાપન વિભાગની જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓએ રસરૂચિ લઈ ભાગ લીધો હતો.અત્યારની બનતી આકસ્મિત ઘટનાઓથી બચવાના ઉપાયો તેમજ ઘન કચરાનું વ્યવસ્થાપન, વાહન અકસ્માત નિવારણ,બોરવેલમાં ફસાયેલા બાળકોનું રેસ્ક્યું,દારૂ પીને ગાડી ચલાવવી જેવા વિષયો ઉપર તેમજ ધુમ્રપાનની અસરો,ગણિતના નમૂના મેજીક બોર્ડ ,પાણીનું શુદ્ધિકરણ જેવા વિષયો ઉપર કૃતિઓ બનાવીને ભાગ લીધો હતો. પ્રદર્શનમાં ભાગ લીધેલ તમામ બાળકોને સચિન ભાઈ બી. પટેલ (ભામાશા) દ્વારા તમામને ઇનામ આપવામાં આવ્યું હતું. તમામ કાર્યક્રમનું સમગ્ર આયોજન બી.આર.સી કો ઓર્ડીનેટર ભરતભાઈ બી. પટેલ તેમજ સમગ્ર બી.આર.સી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન પટેલ આર.કે. હાઈસ્કૂલ, રણાસણ નાં યજમાન પદે યોજાયો.જેમાં રણાસણ ગ્રામ વિકાસ કેળવણી મંડળનાં પ્રમુખ રાજુભાઇ, મંત્રી કાંતિ કાકા અને સભ્ય કાળાભાઈ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય આર જે વિહોલ તથા સમગ્ર સ્ટાફ મિત્રો એ ભારે જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમનું તાલુકાની બધી પ્રાથમિક સ્કૂલોમાં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.