MEHSANAVIJAPUR

વિજાપુર એ.પી.એમ.સી. ખાતે જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને વિજાપુર નગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

વિજાપુર એ.પી.એમ.સી. ખાતે જિલ્લા પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને વિજાપુર નગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ
******
વિજાપુર નગરપાલિકામાં ચાલતા વિવિધ વિકાસ કામો ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા નગરપાલિકાના અધિકારીઓને તાકીદ કરતા રાજ્ય મંત્રીશ્રી
******
રાજ્યમંત્રીશ્રીએ સમગ્ર નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી વિજાપુરને સ્વચ્છ શહેર બનાવવા સૂચન કર્યું
******
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર એ.પી.એમ.સી. ખાતે સહકાર, મીઠા ઉદ્યોગ, લઘુ સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ રાજ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને વિજાપુર નગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં મંત્રીશ્રીએ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનો/માર્ગદર્શન આપ્યા હતા.આ બેઠકમાં રાજ્યમંત્રીએ વિજાપુર નગરપાલિકામાં ચાલતા વિવિધ વિકાસ કામોની જાણકારી મેળવી આ વિકાસ કામો ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા અધિકારીઓને તાકીદ કરી હતી.વધુમાં મંત્રીએ નગરપાલિકા વિસ્તારમાં લોકોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી, યોગ્ય રસ્તાઓ અને ગટર લાઈન જેવી સુવિધાઓ સરળતાથી મળી રહે તે મુજબની કામગીરી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત સમગ્ર નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરી સમગ્ર વિજાપુરને સ્વચ્છ શહેર બનાવવા પણ સૂચવ્યું હતું.બેઠક દરમિયાન મંત્રીશ્રીએ નગરપાલિકાના પૂર્વ સદસ્યઓને પોતાના વોર્ડમાં ખૂટતી સુવિધાઓ વિશેની વિગતો તૈયાર કરી તે મુજબ વિકાસના કામોની દરખાસ્ત તૈયાર કરવામાં આવે તેમ જણાવ્યું હતું. તેમજ નગરપાલિકા દ્વારા આપવામાં આવેલ ફાયર સેફ્ટીના લાયસન્સનું ચેકીંગ હાથ ધરવા પણ જણાવ્યું હતું.વધુમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભ લોકોને સરળતાથી મળી રહે તે દિશામાં કામગીરી કરવા જણાવ્યું હતું.આ બેઠકમાં ધારાસભ્ય સી.જે. ચાવડાએ જણાવ્યું હતું કે, નગરપાલિકા વિસ્તારમાં સ્વચ્છતા બાબતે ઝુંબેશ હાથ ધરવામાં આવે જેથી વિજાપુરને સ્વચ્છ શહેર બનાવી શકાય તેમજ લોકોને ઉપયોગી વિકાસ કામો ઝડપથી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી કરવા પણ જણાવ્યું હતું.આ બેઠકમાં અગ્રણી ગીરીશભાઈ રાજગોર, પૂર્વ ધારાસભ્યશ્રી કાંતિભાઈ પટેલ, જિલ્લા કલેકટરશ, એમ નાગરાજન, નગરપાલિકા પૂર્વપ્રમુખ, પ્રાંત અધિકારી, મામલતદાર જે એસ પટેલ તાલુકા વિકાસ અધિકારી સપના બેન રાજપુત ચીફ ઓફિસર અલ્પેશ પટેલ તેમજ નગરપાલિકાના પૂર્વ સદસ્ય સહિત નગરપાલિકાના અધિકારી /કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button