MEHSANAVIJAPUR

વિજાપુર ના રણાસણ ગામ નજીક અચાનક કૂતરું વચ્ચે આવી જતા અકસ્માતમાં યુવકનું મોત અચાનક કુતરું આવી જતા બાઈક ડિવાઇડર સાથે અથડાઈ

વિજાપુર ના રણાસણ ગામ નજીક અચાનક કૂતરું વચ્ચે આવી જતા અકસ્માતમાં યુવકનું મોત
અચાનક કુતરું આવી જતા બાઈક ડિવાઇડર સાથે અથડાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના રણાસણ નજીક શુક્રવારે બપોરના સમયે સર્જાયેલા માર્ગ અકસ્માતમાં એક યુવકનું કરૂણ મોત નિપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. રણાસણ ગામના મહેન્દ્રસિંહ ઉર્ફે કાળુ લાલસિંહ ચૌહાણ પોતાની હીરો સ્પ્લેન્ડર બાઈક નંબર GJ-09-DB-4321 લઈને અનોડિયા તરફ જઈ રહ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર રણાસણ એચ.પી. પેટ્રોલપંપની સામે વિજાપુર-ગાંધીનગર રોડ ઉપર અચાનક રસ્તા પર કુતરું આવી જતા મહેન્દ્રસિંહ બાઈક પરથી કાબૂ ગુમાવી બેઠા હતા. બાઈક સીધી રોડ વચ્ચેનાં ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતા તેઓ રોડ પર પટકાયા હતા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત બાદ આસપાસથી પસાર થતા લોકોએ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે વિજાપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
મૃતક મહેન્દ્રસિંહના સગા શૈલેષસિંહ જગતસિંહ ચૌહાણે પોલીસ સમક્ષ અકસ્માત અંગેની હકીકત રજૂ કરી હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. યુવાનના અચાનક અવસાનથી પરિવાર તેમજ ગામમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
વિજાપુર પોસ્ટ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!