MEHSANAVIJAPUR

વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા 31655 જેટલા બાળકો ને પોલિયો રસી પીવડાવવાનું આયોજન કરાયું

વિજાપુર આરોગ્ય વિભાગ દ્વારા 31655 જેટલા બાળકો ને પોલિયો રસી પીવડાવવાનું આયોજન કરાયું
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આગામી રવિવારે 0થી5 વર્ષના 31655 જેટલા બાળકોને પોલિયો વિરોધી રસીના બે ટીપાં પીવડાવવા માટે શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં આયોજન કરવામાં આવ્યું છે.જેને લઈ સમગ્ર શહેરમાં પોલિયો રસી પીવડાવવા લોકો માં જન જાગૃતિ આવે તે અંતર્ગત તાલુકા હેલ્થ અધિકારી ડો ચેતન પ્રજાપતિ,હેલ્થ સુપરવાઈઝર મુકેશભાઈ ચૌહાણ, તેમજ આશ ટ્રસ્ટ સંચાલિત કમળાબેન જગતનાથ પટેલ નર્સિંગ કોલેજ ના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ના સહયોગ થી રેલી સ્વરૂપે વિવિધ વિસ્તારોમાં ફરી હતી.અને લોકોને રવિવારે તારીખ 23/6/24 ના રોજ o થી 5 વર્ષ ના બાળકો ને પોલિયો બુથ પર જઈ રસી પીવડાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો આરોગ્ય વિભાગે મૂકેલ ટાર્ગેટ ને સફળ બનાવવા માટે શહેરી વિસ્તાર માં 12 પોલિયો બુથ અને તેમજ બસ સ્ટેશન અને આનંદપુરા ચોકડી નજીક બુથ તેમજ ગ્રામ્યવવિસ્તાર માં 142 પોલિયો બુથ પર .તેમજ 13 મોબાઈલ ટીમ દ્વારા અંદાજિત 31655 બાળકો આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button