MEHSANAVIJAPUR

વિજાપુર ડાભલાચાર રસ્તા પાસે ગેસ્ટ હાઉસમાં વિદેશ જવા માટે ની લાલચે ₹64 લાખ લૂંટાયા બનવા ને પગલે તાલુકામાં ચકચાર

વિજાપુર ડાભલાચાર રસ્તા પાસે ગેસ્ટ હાઉસમાં વિદેશ જવા માટે ની લાલચે ₹64 લાખ લૂંટાયા બનવા ને પગલે તાલુકામાં ચકચાર
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ડાભલા ચાર રસ્તા પાસે વિદેશ મોકલવાની લાલચ આપીને ₹64 લાખની લૂંટનો બનાવ સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
ડાભલા ચાર રસ્તા નજીક આવેલ રાધે ગેસ્ટહાઉસમાં બોલાવી પિસ્તોલ જેવું હથિયાર બતાવી બે અજાણ્યા શખ્સોએ રોકડ રકમ લૂંટી ફરાર થઈ જતાં પોલીસે નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રો મુજબ વસાઇ ગામના ખેડૂત બળવંતસિંહ સતુજી પ્રતાપજી ચાવડાએ પોતાના દિકરા સિદ્ધાર્થને ઓસ્ટ્રેલિયા મોકલવા માટે ઓળખીતાં મુકેશભાઈ વણઝારાના સંપર્કથી નિલેશ બ્રહ્મભટ્ટ નામના વ્યક્તિ સાથે સંપર્ક સાધ્યો હતો. આરોપી નિલેશે બંને યુવકોને ઓસ્ટ્રેલિયા મોકલવાની ખાતરી આપી પ્રતિ વ્યક્તિ ₹32 લાખ પ્રમાણે કુલ ₹64 લાખ નક્કી કર્યા હતા.
આ યોજનાના ભાગરૂપે ગઈ 18 એપ્રિલે સિદ્ધાર્થ અને મુકેશભાઈને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ 19 એપ્રિલે નિલેશે ફોન કરીને પૈસા તૈયાર રાખવા કહ્યું અને પોતાના બે માણસોને વસાઇ આવશે અને તમને મળશે તેવું જણાવતા. ગોઝારિયા નજીક ફરિયાદી આ બંને અજાણ્યા શખ્સોને મળ્યા અને તેમને ડાભલા ચાર રસ્તા પાસે રાધે ગેસ્ટહાઉસમાં રોકાવાની વ્યવસ્થા કરી.સાંજે બંને પક્ષ વચ્ચે પૈસા અંગે ચર્ચા થયા બાદ રાત્રે બળવંત સિંહ તથા અન્ય લોકો સાથે ગેસ્ટહાઉસ માંથી થોડા સમય માટે નીચે ગયા હતા. તે દરમિયાન રૂમમાં હાજર સાહિલ અને જગદીશ વણઝારાને આ બંને શખ્સોએ પિસ્તોલ જેવું હથિયાર બતાવી ₹64 લાખની રોકડ રકમ લૂંટી લીધી અને નંબર પ્લેટ વગરની સફેદ સ્વીફ્ટ કારમાં ફરાર થઈ ગયા.
બાદમાં પીડિતોએ તરત જ વસાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે નિલેશ બ્રહ્મભટ્ટ અને બે અજાણ્યા શખ્સો સામે છેતરપીંડી, લૂંટ અને ગુનાહિત કાવતરાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવે વિદેશ મોકલવાના નામે ચાલતા ગેરકાયદેસર રેકેટ અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા કર્યા છે.

Back to top button
error: Content is protected !!