આકરા ઉનાળાની ગરમી વચ્ચે વિજાપુર એસટી ડેપોમાં કર્મચારીઓની આરોગ્ય તપાસ એનસીડી પ્રોગ્રામ અંતર્ગત ૮૨ ડ્રાઈવર-કંડકટર અને સ્ટાફનું ચેકઅપ, હીટ વેવથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન
આકરા ઉનાળાની ગરમી વચ્ચે વિજાપુર એસટી ડેપોમાં કર્મચારીઓની આરોગ્ય તપાસ એનસીડી પ્રોગ્રામ અંતર્ગત ૮૨ ડ્રાઈવર-કંડકટર અને સ્ટાફનું ચેકઅપ, હીટ વેવથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન

આકરા ઉનાળાની ગરમી વચ્ચે વિજાપુર એસટી ડેપોમાં કર્મચારીઓની આરોગ્ય તપાસ
એનસીડી પ્રોગ્રામ અંતર્ગત ૮૨ ડ્રાઈવર-કંડકટર અને સ્ટાફનું ચેકઅપ, હીટ વેવથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન
આકરા ઉનાળાની આગ ઓકતી ગરમી વચ્ચે કર્મચારીઓના આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા તાલુકા હેલ્થ કચેરી વિજાપુર દ્વારા વિજાપુર એસટી ડેપોમાં એનસીડી (નોન કમ્યુનિકેબલ ડિસીઝ) પ્રોગ્રામ અંતર્ગત આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત હાલ ચાલી રહેલી હીટ વેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કર્મચારીઓને ગરમીથી બચવા માટે જરૂરી સાવચેતીઓ, ઓઆરએસના ઉપયોગ અને શરીરમાં પાણીની માત્રા જાળવી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હીટ વેવ અંગે જાગૃતિ ફેલાવવા માટે ઓઆરએસ કોર્નરની માહિતી પણ આપવામાં આવી હતી.