
વિજાપુરમાં 43 સ્વસહાય જૂથોને રૂ. 86.50 લાખની કેશ ક્રેડિટ સહાય ફાળવાઈ
વિજાપુર તા
વિજાપુર તાલુકા પંચાયત હોલ ખાતે તાલુકા કક્ષાના કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં 43 સ્વસહાય જૂથોને કુલ રૂ. 86 લાખ 50 હજારની કેશ ક્રેડિટ સહાયનું મંચ પરથી વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલા સશક્તિકરણ અને સ્વરોજગારને પ્રોત્સાહન આપતા આ કાર્યક્રમમાં બહેનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
પ્રસંગે ધારાસભ્ય ડૉ. સી.જે. ચાવડાએ બહેનોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઈ તાલીમ અને સ્વરોજગાર દ્વારા આર્થિક રીતે આત્મનિર્ભર બનવા અપીલ કરી હતી. તેમણે કેશ ક્રેડિટ લોનનો હેતુપૂર્વક ઉપયોગ કરી પરિવારની આર્થિક સ્થિતિ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો.
તાલુકા લાઈવલીહુડ મેનેજર કેતનભાઈ પ્રજાપતિએ રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન (NRLM) યોજના અંગે વિસ્તૃત માહિતી આપી હતી અને સ્વસહાય જૂથોની બહેનોને મળતી વિવિધ સહાય અને લાભોની સમજણ આપી હતી.
કાર્યક્રમના અંતે લાભાર્થી બહેનોએ સરકાર દ્વારા મળેલી આર્થિક સહાય બદલ આનંદ વ્યક્ત કર્યો હતો અને લોનનો યોગ્ય ઉપયોગ કરી આત્મનિર્ભર બનવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.




