SAIYAD MUJAKKIRHUSEN BUKHARIFebruary 12, 2026Last Updated: February 12, 2026
13 1 minute read
oppo_0
વિજાપુર તાલુકા પંચાયતની નવી કચેરીમાં વિધિવત પ્રવેશ
રૂ. ૩.૮૦ કરોડના ખર્ચે નિર્મિત ઇમારત; ગામોને ટ્રેક્ટર ચાવી વિતરણoppo_0
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા પંચાયતની નવીન કચેરીમાં વિધિવત પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ સી.ડી.પી.-૩ યોજના અંતર્ગત રૂ. ૩.૮૦ કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્માણ કરાયેલ આ કચેરીનું ઇ-લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યા બાદ સ્થાનિક સ્તરે પ્રવેશ વિધિ યોજાઈ હતી.oppo_0સને ૧૯૭૦માં નિર્માણ પામેલી જૂની કચેરી જર્જરીત બનતાં નવી અને આધુનિક સુવિધાઓથી સજ્જ ઇમારત ઉભી કરવામાં આવી છે. નવી કચેરીમાં વિશાળ કચેરી ખંડો, સુવ્યવસ્થિત ચેમ્બરો અને નાગરિકોને અનુકૂળ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના કારણે તાલુકાની જનતાને વહીવટી કામગીરીમાં ઝડપ અને પારદર્શિતા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.
પ્રવેશ પ્રસંગે ધારાસભ્ય ડો. સી.જે. ચાવડા તથા પૂર્વ ધારાસભ્ય રમણભાઈ ડી. પટેલના હસ્તે રીબીન કાપી પ્રવેશ કરાયો અને તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. સંબોધનમાં આગેવાનોએ ગ્રામ વિકાસ પ્રત્યે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી તાલુકાના વિકાસને વધુ ગતિ મળશે તેમ જણાવ્યું હતું.oppo_0oppo_0કાર્યક્રમમાં તાલુકા વિકાસ અધિકારી ગોવિંદભાઈ ચૌધરી, તાલુકા પંચાયત પ્રમુખ આશાબેન પટેલ, પૂર્વ ધારાસભ્ય કાન્તિભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ, શહેર ભાજપ પ્રમુખ અગનભાઈ બારોટ, એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલ, જિલ્લા કારોબારી ચેરમેન ભરતભાઈ પટેલ સહિત અગ્રણીઓ, સરપંચો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ ગામોના લાભાર્થીઓને ટ્રેક્ટર વિતરણ યોજનાની ચાવીઓ અર્પણ કરી લીલી ઝંડી આપી ટ્રેક્ટરો રવાના કરવામાં આવ્યા હતા. ઉપરાંત ટૂંક સમયમાં ઇ-રિક્ષા વિતરણ યોજનાનો પ્રારંભ થનાર હોવાનું પણ જાહેર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંતે આભારવિધિ યોજાઈ હતી.
«
Prev
1
/
142
Next
»
યુવાશક્તિ ફાઉન્ડેશન તથા જડેશ્વર જીવદયા ગ્રુપ ની સંયુક્ત પહેલ:જડેશ્વરના જંગલમાં જીવદયાનો અનોખો પ્રયાસ
ખેરગામ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો
કેશોદ શહેરમાં ભાજપમાં મોટું ભંગાણ, અનેક કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી
«
Prev
1
/
142
Next
»
SAIYAD MUJAKKIRHUSEN BUKHARIFebruary 12, 2026Last Updated: February 12, 2026