આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વરદ હસ્તે વિસનગર તાલુકાના ચિત્રોડા મોટા ગામે નવનિર્મિત પંખી ઘરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
શ્રી સેવા ફાઉન્ડેશન મહેસાણાના મિત્રોને આવી સેવાકીય પ્રવૃત્તિ કરવા બદલ તેમની સમસ્ત ટીમને અભિનંદન.
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,મહેસાણા
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના વિસનગર તાલુકાના ચિત્રોડા મોટા ગામે શ્રી સેવા ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત થનાર નવા પંખી ઘરનું ખાતમુહૂર્ત કરી, યુવા મિત્રો ને આવી સેવાકીય પ્રવૃત્તિ કરવા બદલ તેમની સમસ્ત ટીમને અભિનંદન પાઠવ્યા.
શ્રી સેવા ફાઉન્ડેશન મહેસાણા ગુજરાત સંસ્થાની શરૂઆત સચિનભાઇ દ્વારા ૪-૫ વર્ષ પહેલાં કરવામાં આવી હતી. હાલમાં આ સંસ્થા દ્વારા અલગ અલગ દાતાઓનો સહયોગ મેળવી રોજના આશરે 300 ગરીબોને મીઠાઈ સાથેનું ભોજન પીરસવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહેલ છે. શ્રી સેવા ફાઉન્ડેશન દ્વારા સેવા પરમો ધર્મ ને સાર્થક કરી બતાવવામાં આવ્યું છે.
શ્રી સેવા ફાઉન્ડેશન દર મહિને પીડિત ગાયો તથા અબોલ પશુઓને ઘી વાળા બાજરીના રોટલા, ઘી-ગોળ-બાજરીના લોટની કુલેર જેવા પૌષ્ટિક ખોરાક જમાવડવાના એક થી બે મોટા સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં સંસ્થાના સ્થાપક સ્વ. સચિન કુમાર જયંતીભાઈ ચૌધરીની છઠ્ઠી માસિક પુણ્યતિથિ તેમજ ઉતરાયણ નિમિત્તે અલગ-અલગ દાતાઓનો સહકાર મેળવી શ્રી સેવા ફાઉન્ડેશન દ્વારા 2000 કિલો શીરો બનાવી મહેસાણા શહેરના તમામ વિસ્તાર અને આજુબાજુના ગામડાઓમાં આવેલા કુતરાઓને શિરાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સંસ્થા દ્વારા બિનવારસી લોકોને પણ વિવિધ સંસ્થાઓ સાથે સંપર્ક કરી રેહવાની સુવિધા કરી આપવામાં આવે છે. દિવાળી જેવા તહેવારોમાં મીઠાઈ-ફટાકડાનું વિતરણ કરવામાં આવે છે. આગામી સમયમાં દૈનિક ૫૦૦ લોકોને જમાડવાનો આ સંસ્થાનો સંકલ્પ છે. સંસ્થા સાથે ખૂબ મોટી સંખ્યામાં સેવાભાવી બાલ અને યુવકો જોડાયેલા છે. એ સૌ અભિનંદનને પાત્ર છે.
મહાપુરુષોએ કહ્યું છે કે , “વ્યક્તિ નહિ એના કાર્યો જીવંત હોય છે,” સ્વ.સચિનભાઈ દ્વારા શરૂ કરાયેલી સેવાની ભેખ આજે પણ અવિરત ચાલુ છે. આ ભગીરથ કાર્યમાં જોડાનાર સૌ પુણ્ય આત્માઓને પ્રણામ.