MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકાના ફુદેડા ગામે શાળાનો વાર્ષિકોત્સવ ધામધૂમથી ઉજવાયો, ૨૦૦૦થી વધુ ગ્રામજનોની હાજરીમાં પ્રેરક શપથવિધિ લેવાઈ

વિજાપુર તાલુકાના ફુદેડા ગામે શાળાનો વાર્ષિકોત્સવ ધામધૂમથી ઉજવાયો, ૨૦૦૦થી વધુ ગ્રામજનોની હાજરીમાં પ્રેરક શપથવિધિ લેવાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ફુદેડા ગામે શ્રી પ્રકાશ કેળવણી મંડળ સંચાલિત શ્રી સી.જી. ભક્ત સાર્વજનિક હાઈસ્કૂલ અને શ્રીમતી જી.બી. ભક્ત પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે વાર્ષિકોત્સવ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ ગત રાત્રીએ ભવ્ય રીતે ઉજવાયો હતો. કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક પ્રતિભાને પ્રોત્સાહન આપવો, તેમનો સર્વાંગી વિકાસ કરવો તેમજ સમાજ અને વાલીઓને શાળાની પ્રવૃત્તિઓથી જોડવાનો હતો.કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે શાળાના આચાર્ય પ્રભાત ભાઈ એસ પટેલ તેમજ કેળવણી મંડળ ના પ્રમુખ રમણભાઈ પટેલ તેમજ ફુદેડા ગામના સામાજિક કાર્યકર તરુણ પટેલ તેમજ કારોબારી સભ્યો વડીલો ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તરુણ પટેલ ના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ, વાલીઓ, વડીલો અને ગ્રામજનોએ ગામ, રાષ્ટ્ર અને શિક્ષણ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો પ્રેરણાદાયક શપથ લીધો હતો.શાળાના આચાર્ય પ્રભાત ભાઈ પટેલે ઉપસ્થિત જનો ને શિક્ષણ અંગે માર્ગદર્શન આપ્યુ હતું.આ ઐતિહાસિક ક્ષણે આશરે ૨૦૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા, જેને કારણે સમગ્ર ગામમાં ગૌરવ અને એકતાની ભાવના જોવા મળી હતી. આ સંદર્ભે તરુણ પટેલે જણાવ્યું હતું કે, “ગામના બાળકોને ગામમાં જ ગુણવત્તાસભર શિક્ષણ મળવું જોઈએ. શિક્ષણ જ ગામ અને દેશના વિકાસનો મૂળ આધાર છે. ફુદેડા ગામના કોઈપણ વિદ્યાર્થી અથવા શાળાને મદદની જરૂર પડશે તો સમગ્ર ગામ તેમની સાથે ઊભું રહેશે.”
આ કાર્યક્રમ શિક્ષણના મહત્વ, સામાજિક જાગૃતિ અને સમુદાયના સહકારનું ઉત્તમ પ્રતિબિંબ બની રહ્યો હતો. અંતે શાળા વ્યવસ્થાપન દ્વારા વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!