MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો યથાવત 26માંથી 24 બેઠકો જીતતા ભાજપે બહુમત સાથે રચી નવી ટીમ, કોંગ્રેસ માત્ર બે બેઠકો સુધી સીમિત

વિજાપુર તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો યથાવત
26માંથી 24 બેઠકો જીતતા ભાજપે બહુમત સાથે રચી નવી ટીમ, કોંગ્રેસ માત્ર બે બેઠકો સુધી સીમિત
વિજાપુર તાલુકા પંચાયતમાં ભાજપનો દબદબો યથાવત રહ્યો છે. તાલુકા પંચાયતની કુલ 26 બેઠકોમાંથી ભાજપે 24 બેઠકો પર ભવ્ય જીત મેળવી સ્પષ્ટ બહુમત મેળવ્યું છે, જ્યારે કોંગ્રેસ ફક્ત બે બેઠકો સુધી સીમિત હોવાથી આ બહુમતી ના મજબૂત આંકડાઓ વચ્ચે તાલુકા પંચાયતના વિવિધ હોદ્દાઓ માટે નવનિયુક્ત હોદ્દેદારોની વરણી તાલુકા વિકાસ અધિકારી ની હાજરી માં કરવામાં આવી હતી.વરણી મુજબ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે શ્રીમતી ચંદ્રિકાબેન દીપકજી પરમાર, ઉપપ્રમુખ તરીકે અલ્પેશભાઈ ચૌધરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે દિલીપભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે મોહનજી ચૌહાણ તેમજ દંડક તરીકે શ્રીમતી મનીષાબેન પટેલની પસંદગી કરવામાં આવી હતી.નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છા પાઠવતા અગ્રણીોએ જણાવ્યું હતું કે “સૌનો સાથ, સૌનો વિકાસ”ના મંત્ર સાથે તાલુકાના સર્વાંગી વિકાસ માટે નવી ટીમ પ્રતિબદ્ધ બની કાર્ય કરશે. તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામોને વધુ ગતિ મળશે તેમજ જનસેવાના કાર્યો વધુ અસરકારક રીતે હાથ ધરાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.. કાર્યક્રમમાં ભાજપના અગ્રણી ધારાસભ્ય સી.જે. ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિકભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અગનભાઈ બારોટ, એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલ તેમજ મંત્રી જેપુરવાળા સહિત ભાજપના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત કાર્યકરોએ નવનિયુક્ત હોદ્દેદારોને પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!