
12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિજાપુર સેકન્ડરી સ્કૂલ ખાતે અને પટેલ પાર્ટી પ્લોટ ખાતે શહેર ભાજપ દ્વારા યોગ કાર્યક્રમ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2026ની ઉજવણીના ભાગરૂપે વિજાપુર શહેર ભાજપ દ્વારા આશ સેકન્ડરી સ્કૂલ ખાતે અને પટેલ પાર્ટી પ્લોટ ખાતે યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તેમજ નાગરિકોએ હાજરી આપી યોગાભ્યાસ કર્યો હતો.
“સ્વસ્થ જીવન માટે યોગ”ના મહાસંકલ્પ સાથે આયોજિત કાર્યક્રમમાં યોગના વિવિધ આસનો અને પ્રાણાયામની તાલીમ આપવામાં આવી હતી. ઉપસ્થિત મહાનુભાવોએ યોગને દૈનિક જીવનનો અભિન્ન ભાગ બનાવી તંદુરસ્ત અને નિરોગી સમાજના નિર્માણ માટે સૌને યોગ અપનાવવાની અપીલ કરી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ અગનભાઈ બારોટ, એપીએમસીના ચેરમેન રાજુભાઈ પટેલ, જિલ્લા ભાજપ મંત્રી તથા જિલ્લા યોગ દિવસના ઇન્ચાર્જ રાજેશભાઈ પટેલ,જીલ્લા સદસ્ય જીજ્ઞેશ ભાઈ પટેલ યોગેશભાઈ પટેલ શહેર ભાજપ મહામંત્રી અશોકભાઈ ખમાર, વિજાપુર નગરપાલિકા ઉપપ્રમુખ બિનાબેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા શહેર યોગ દિવસના ઇન્ચાર્જ હિતેન્દ્રસિંહ પરમાર, નગરપાલિકાના દંડક જયવીરભાઈ બારોટ, પૂર્વ મહામંત્રી ભરતભાઈ પટેલ, તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી પ્રિતેશભાઈ પટેલ સહિત નગરપાલિકાના ચેરમેનો, સદસ્યો, આશ સેકન્ડરી સ્કૂલના આચાર્ય ચેતનભાઈ પટેલ, સ્ટાફગણ, યોગ ટ્રેનર દિપિકાબેન પટેલ અને ભાજપ સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે “યોગ અપનાવીએ… સ્વસ્થ ગુજરાત, સમર્થ ગુજરાત બનાવીએ”ના સંદેશ સાથે સૌને નિયમિત યોગ કરવા પ્રેરિત કરવામાં આવ્યા હતા.




