SAIYAD MUJAKKIRHUSEN BUKHARI13 seconds agoLast Updated: July 4, 2026
0 1 minute read
oppo_0
જિલ્લા પંચાયત તમારા દ્વારે : વિજાપુરમાં લોકફરિયાદ નિવારણ કેમ્પ યોજાયો, ગ્રામ્ય વિસ્તારોની સમસ્યાઓના ત્વરિત નિકાલની ખાતરીoppo_0
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
સામાન્ય નાગરિકોની ફરિયાદો અને ગ્રામ્ય વિસ્તારોની સમસ્યાઓનો સ્થળ પર જ ઝડપી નિકાલ થાય તેવા ઉમદા ઉદ્દેશ સાથે વિજાપુર તાલુકા પંચાયતના સભાખંડમાં જિલ્લા પંચાયત દ્વારા “જિલ્લા પંચાયત તમારા દ્વારે” લોકફરિયાદ નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. નવતર પ્રયોગરૂપ આ કેમ્પમાં તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ખેડૂતો, સરપંચો અને અરજદારો ઉપસ્થિત રહી પોતાની સમસ્યાઓ અને રજૂઆતો અધિકારીઓ સમક્ષ રજૂ કરી હતી. oppo_0કેમ્પ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં અધૂરા રહેલા રોડ-રસ્તાઓના કામો પૂર્ણ કરવા, વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા, ગટર વ્યવસ્થા, પીવાના પાણીની પાઇપલાઇન, નવા વીજ કનેક્શન, ખેડૂતોની લોન માફી, મકાન સહાયના બાકી હપ્તા સહિતના વિવિધ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. આસપાસના ગામોમાંથી આવેલા રજૂઆતકર્તાઓએ પોતાના વિસ્તારની સમસ્યાઓ અંગે વિગતવાર રજૂઆતો કરી હતી.
જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલે અરજદારોની ફરિયાદો અને પ્રશ્નો ધ્યાનપૂર્વક સાંભળી સંબંધિત વિભાગોના અધિકારીઓને જરૂરી કાર્યવાહી હાથ ધરી પ્રશ્નોનો વહેલી તકે નિકાલ કરવા સૂચના આપી હતી. તેમણે જણાવ્યું હતું કે લોકોની સમસ્યાઓનો સમયસર ઉકેલ લાવવો એ તંત્રની પ્રાથમિક જવાબદારી છે જેને ઉપસ્થિત તંત્ર ના કર્મચારી ઓ કોન્ટ્રાક્ટરો જલ્દી ઉકેલ લાવવા સૂચના આપી હતી oppo_0આ પ્રસંગે ધારાસભ્ય ડો. સી. જે. ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ નીતિનભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી દેવપ્રિયાબા ઝાલા, મામલતદાર અતુલસિંહ ભાટી, તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ, શહેર પ્રમુખ અગન બારોટ, જિલ્લા પંચાયત સભ્ય જીજ્ઞેશભાઈ પટેલ, કનકસિંહ વિહોલ, તાલુકા પંચાયત પ્રમુખ ચંદ્રિકાબેન પરમાર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ, કર્મચારીઓ, સરપંચો અને મોટી સંખ્યામાં અરજદારો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પ દરમિયાન રજૂ થયેલા પ્રશ્નોના હકારાત્મક નિરાકરણ માટે તંત્ર દ્વારા પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી.તેમજ આવા લોકફરિયાદ નિવારણ કેમ્પો દ્વારા નાગરિકોને રજુઆત કરવાનો સીધો લાભ મળી રહ્યો છે.