MEHSANAVIJAPUR

વિજાપુર રણાસણ થી વજાપુર રોડ ઉપર બિનવારસી પીકઅપ ડાલા માંથી વિદેશી દારૂની ૧૬૪૩ જેટલી બોટલો પોલીસ ને મળી આવી

વિજાપુર રણાસણ થી વજાપુર રોડ ઉપર બિનવારસી પીકઅપ ડાલા માંથી વિદેશી દારૂની ૧૬૪૩ જેટલી બોટલો પોલીસ ને મળી આવી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકા મા ઢોર ચોરીઓ ના ગ્રામ્ય વિસ્તારો બની રહેલા ચિંતા જનક બનાવો ને લઇને જીલ્લા પોલીસ અધિક્ષક ડો.તરુણ દુગ્ગલ ની સ્થાનીક પોલીસ ને આપવા મા આવેલી ઢોર ચોરીના બનાવો અટકાવવા ની આપેલી સૂચનાઓને લઇને પોલીસ એ એસ આઈ જમાદાર પરેશભાઈ અને સિદ્ધરાજ સિંહ રાત્રી ના ૧૨ કલાકે રણાસણ થી વજાપુર તરફ જવાના રોડ ઉપર પેટ્રોલીંગ મા હતા. તે સમયે વજાપુર રોડ ઉપર એક બિન વારસી હાલત મા રોડ ની સાઈડ મા ઊભેલું મહેન્દ્ર કંપની નો પીક અપ ડાલું જેનો નંબર જીજે ૧૮ બી. ટી ૮૯૫૦ ડાલા ની આગળનો નંબર પ્લેટ લગાવેલ ભાગ તૂટેલો શંકાસ્પદ હાલતમાં જણાઈ આવતા ડાલાની તપાસ કરતા ડાલા ના પાછળના ભાગ માંથી વિદેશી દારૂની ૧૬૪૩ બોટલો ૬૩૪.૧૪ લીટર દારૂ રૂપિયા ૨,૪૫,૨૭૦/- નો મળી આવતા પિકઅપ ડાલાને ટોઈંગ કરી પોલીસ મથકે લાવી વિદેશી દારૂ નો રૂપિયા ૨,૪૫,૨૭૦/- નો જથ્થો અને પિક અપ ડાલા સહિત રૂપિયા ૪,૯૫,૨૭૦/- નો મુદ્દામાલ કબજે કરી બિન વારસી મૂકી જનાર પિક અપ ડાલા ના ચાલક સામે ગુનો નોંધી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે. પિક અપ ડાલા મા લગાવેલ ગાડીનો નંબર ઉપર પોલીસે પોકેટ ઓપ એપ્લિકશન મા બે ઈસમો ને પંચ મા સાક્ષી રાખી તપાસ કરતા જીજે ૧૮ બીટી ૮૯૫૦ નો નંબર ગામ અમરાપુરા તા માણસા જી ગાંધીનગર ના હરપાલ સિંહ નારાયણ સિંહ રાઠોડ ના નામથી રજીસ્ટ્રેશન બોલે છે. હાલમાં પોલીસે પિક અપ ડાલા અને વિદેશી દારૂ ની બોટલો જપ્ત કરી પિક અપ ડાલા ના ચાલક ની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!