
જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન ઝોન-1 અને ઝોન-2ની દ્વિતીય કાઉન્સિલ બેઠક વિજાપુરમાં યોજાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશનના ઝોન-1 તથા ઝોન-2ની દ્વિતીય કાઉન્સિલ મીટિંગનું આયોજન જાયન્ટ્સ વિજાપુર સહિયર ગ્રુપના યજમાન પદે ઉત્સાહભેર કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ ગ્રુપોના હોદ્દેદારો, કાઉન્સિલરો અને સભ્યોએ મોટી સંખ્યામાં હાજરી આપી સંગઠનના વિકાસ અને આગામી સેવાકીય પ્રવૃત્તિઓ અંગે ચર્ચા-વિચારણા કરી હતી.
બેઠક દરમિયાન સંગઠનની સેવાકીય પ્રવૃત્તિઓને વધુ અસરકારક બનાવવા, આગામી કાર્યક્રમોની રૂપરેખા, સભ્યવૃદ્ધિ તથા સમાજહિતના વિવિધ આયોજનો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત કાઉન્સિલર મિત્રો અને હોદ્દેદારોએ પોતાના સૂચનો રજૂ કરી સંગઠનની કામગીરીને વધુ ગતિશીલ બનાવવા સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
કાર્યક્રમનું આયોજન જાયન્ટ્સ વિજાપુર સહિયર ગ્રુપ દ્વારા સુચારૂ રીતે કરવામાં આવ્યું હતું. અંતે તમામ મહેમાનો, હોદ્દેદારો અને સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.



